દેશભરમાં વધતી જતી વસતિ ચિંતાનો મુદ્દો બનતા હવે તેને નિયંત્રણ કરવા સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને પણ નવી નીતિઓ અમલમાં મૂકવા માંડી છે..જે અંતર્ગત હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને પ્રસૂતિગૃહોમાં બે બાળક સુધી જ ફ્રી ડિલિવરી કરવામાં આવશે. જ્યારે ત્રીજા બાળકની ડિલીવરી માટે હવે ચાર્જ ચૂકવવો પડશે.
આ પહેલાં ઉત્તરપ્રદેશમાં રાજ્યની ભાજપ સરકારે વસતિ નિયંત્રણ માટે નવી નીતિ જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં પણ વસતિ નિયંત્રણ નીતિ લાગુ કરવા માટે પહેલા પ્રયોગ તરીકે રાજયના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર અમદાવાદમાં નવી નીતિ અમલી બનશે..તેના માટે કોર્પોરેશનને જુના ઠરાવમાં બદલાવ કરી નવા નિયમો લાગુ કરશે.
જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો એવી શારદાબેન, એલજી, વીએસ અને પ્રસૂતિગૃહોમાં હવે બે બાળકો સુધી જ મફતમાં ડિલિવરી કરવામાં આવશે. જે મહિલા બે બાળકોને જન્મ આપી ચૂકી હશે અને જો ત્રીજુ બાળક થાય તો તેની ડિલિવરી કરવા કોર્પોરેશનની સરકારી હોસ્પિટલો કે પ્રસૂતિગૃહોમાં જશે તો તેને ડિલિવરીનો ચાર્જ લેવામાં આવશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024