ઇન્ડિયન ઓઇલે નવા વર્ષ પર લોકોને મોટી ભેટ આપી છે. ત્યારે ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે.ત્યારે તેનાથી લોકોને મોટી રાહત મળશે. સાથે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો...
અગાઉ ડિસેમ્બર મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે લોકો માટે રાહતની વાત એ છે કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રેસ્ટોરન્ટ માલિકોને રાહત મળી છે.
જણાવી દઈએ કે 100 રૂપિયાના કપાત બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2001 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2077 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1951 રૂપિયા થઈ ગઈ છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ત્યારે આ વખતે પણ ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લી વખત ઓક્ટોબરમાં વધારો કરવામાં આવ્યો હતો.આ સાથે દિલ્હી અને મુંબઈમાં સબસિડી વગરના 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા છે. કોલકાતામાં તેની કિંમત 926 રૂપિયા છે, જ્યારે ચેન્નાઈમાં તમને 915.50 રૂપિયામાં 14.2 કિલોનો ઘરેલુ એલપીજી સિલિન્ડર મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024