લદ્દાખમાં ભારત તિબ્બત સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18000 ફીટની ઉંચાઈ પર યોગ કર્યો
21-Jun-2021
યોગ દિવસ ૨૦૨૧: ITBPના જવાનોએ માઈનસ ટેમ્પ્રેચરમાં 18 હજાર ફીટ પર કર્યા યોગ, તો રાષ્ટ્રપતિ સહિત આ મંત્રીઓએ પણ યોગ કર્યા હતા.
2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક થીમ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષની થીમ છે, યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ. લદ્દાખમાં ભારત તિબ્બત સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18000 ફીટની ઉંચાઈ પર યોગ કર્યો.
આજે દુનિયામાં 7મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. ભારતની પહેલ પર શરુ થયેલા ખાસ દિવસને લઈને દુનિયાના અલગ અલગ દેશોમાં ખાસ ઉત્સાહ છે. ત્યારે દેશની સીમાઓની સુરક્ષા કરનારા જવાનોએ પણ યોગ કર્યા. જવાનોએ લોકોને યોગને પોતાની દિનચર્યામાં શામિલ કરી સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો છે. લદ્દાખમાં ભારત તિબ્બત સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18000 ફીટની ઉંચાઈ પર યોગ કર્યો. ત્યારે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોએ યોગ કર્યો. ચીનની આંખોમાં આંખો નાંખી જવાબ આપનાર લદ્દાખની ગલવાન ઘાટીમાં તૈનાત આઈટીબીપીના જવાનોએ પણ હાડ કકડાવતી ઠંડીમાં યોગ કર્યા.
20-Aug-2024