કોરોના વૈશ્વિક મહામારી ગંભીર હોવા છતાં સચોટ અને સમયસરની સારવાર થકી અનેક દર્દીઓને નવજીવન મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે અમદાવાદથી આવેલા વયોવૃધ્ધ દંપતીએ ૭ દિવસ સિવિલની સારવાર થકી ૮૦ વર્ષિય વૈધ દિવ્યબાળા બહેને ૪૫ ટકા કોરોનાના ઈન્ફેક્શન સામે લડત આપી ૭ દિવસમાં કોરોનાને પરાસ્ત કરીને યુવાનો માટે પ્રેરણા રૂપ બન્યા હતા.
લેખક અને પત્રકારની ફરજ બજાવતા તેમજ નવલકથાઓના ભાગરૂપે વાંચકોના હૃદયમાં એક ઊમદા સ્થાન મેળવનાર ૮૨ વર્ષિય યશવંત મહેતા અમદાવાદ ખાતે રહે છે. તેઓએ કહ્યું કે, અમે જીવનના ૬૦ વર્ષથી વધુનો સુખ દુ:ખનો સમય સાથે વિતાવ્યો છે. અહીના તબીબો, નર્સ, સફાઇ કર્મચારીઓની સેવાનો સાક્ષી બન્યો છું, નિ:સ્વાર્થ ભાવે સેવા કરતા તમામ કર્મચારીઓની કામગીરી અને પ્રેમ જોઈ હોસ્પિટલ મારા બીજા ઘર સમાન લાગતી હતી.
યશંવત મહેતાના પુત્રી ડો. ઋતંભરા મહેતા હાલમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજમાં ડીન તરીકે ફરજ બજાવે છે. એક મહિના પહેલા લેખક યશવંત મહેતાની તબિયત ખરાબ થઇ હતી. યશવંત મહેતાએ તા.૨૨મી એપ્રીલના રોજ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. તા.૨૩મી એપ્રીલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગેની જાણ ડો. ઋતંભરા મહેતાને જાણ થઇ હતી તેઓએ તત્કાલ અમદાવાદમાં રહેતા માતા-પિતાને પરિવારને સુરત બોલાવી લીધા.
અમદાવાદથી સુરત આવતા સમયે યશવંત મહેતાની ૮૦ વર્ષિય ધર્મપત્નિ દિવ્યબાળા મહેતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સુરતમાં પાંચ દિવસ સુધી ઘરે જ સારવાર લીધા બાદ દિવ્યબાળાની તબિયત વધુ ખરાબ થઇ હતી અને તેઓને તા.૧લી મેના રોજ સુરતની સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દિવ્યબાળાની ડો. અશ્વિન વસાવા, ચેસ્ટ સ્પેશ્યાલીસ્ટ ડો. પારૂલ વડગામા, આરએમઓ કેતન નાયક, ડો. અમિત ગામીત અને નર્સિંગ સ્ટાફની દેખરેખ હેઠળ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. સાત દિવસની ટ્રીટમેન્ટ બાદ દિવ્યબાળાને રજા આપવામાં આવી હતી.
આ પ્રસંગને યાદ કરતા મેડિકલ કોલેજના ડીન ડો. ઋતંભરા મહેતાની ઉપસ્થિતિમાં સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાગીની વર્મા, આરએમઓ ડો. કેતન નાયક સહિત તબીબો અને નર્સિંગ સ્ટાફની નમન કરીને અમદાવાદથી આવેલ લેખક યશવંત મહેતા અને વૈધ દિવ્યબાળા પોતાની વિનામુલ્યે સારવાર કરી તેના બદલે આ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય દર્દીઓને મદદરૂપ થવા માટે આજે સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિને રૂા.૨૫ હજારનો ચેક અર્પણ કર્યો હતો.યશવંત મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે જે તબીબો, નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ સેવા આપી કાળજી રાખી તે બદલ આ સુરત શહેરનો આભાર માનીએ છીએ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025