કોરોના સામેની સંભવિત ત્રીજી લહેર માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વુહાન જેવી BSL-4 ટાઈપ રિસર્ચ લેબનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં વાયરસના રિસર્ચ માટે પુના બાદ બીજી લેબ ગુજરાતમાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે નિર્જન વિસ્તારમાં લેબ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પ્રપોઝલ તૈયાર કર્યા બાદ પીએમઓમાં મોકલ્યું હતું. પીએમઓ દ્વારા પ્રપોઝલ સ્વીકારવામાં આવ્યું હતું. લેબ માટે પ્રાથમિક અંદાજીત રૂ.3 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આગામી 2થી 3 વર્ષમાં હાઈસિક્યુરિટી ઝોન વચ્ચે BSL-4 રિસર્ચ લેબ ગુજરાતમાં બનાવાશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024