WTC 2021: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ અને ઇંગ્લેંડ સામે ટેસ્ટ સિરીઝને લઇને ટીમ ઇન્ડીયાનુ એલાન

07-May-2021

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World Test Championship Final) અને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ની ભારતીય ટીમનુ એલાન કરવામાં આવ્યુ છે. BCCI ની સિનીયર સિલેકશન સમિતિ દ્રારા ઇંગ્લેંડ પ્રવાસને લઇને 20 સદસ્યો ની ટીમ પસંદ કરી છે. જ્યારે 4 ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

 

ટીમમાં કોઇ પણ નવા ચહેરાઓને સ્થાન મળ્યુ નથી. આશાથી વિપરીત હાર્દીક પંડ્યા (Hardik Pandya) અને ભૂવનેશ્વર કુમારને ટીમમાં પરત ફરી શક્યા નથી. જ્યારે શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહેલા ઓપનર પૃથ્વી શો ને પણ પસંદ કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ આ મહીનાના અંતમાં અથવા જૂન માસની શરુઆતમાં ઇંગ્લેંડ માટે રવાના થશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ 18 જૂન એ સાઉથ્મપ્ટનમાં રમાનાર છે. ભારતીય પસંદગીકારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમનારા ખેલાડીઓની સાથે સાથે, ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ ને લઇને પણ ટીમની પસંદગી કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 22 જૂને ખતમ થશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડમાં રહીને પ્રેકટીશ મેચ રમશે. ભારત ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચની સિરીઝ 4 ઓગષ્ટ થી શરુ થશે.

Author : Gujaratenews