હૈતીના 7.2ની તિવ્રતાના ભૂકંપમાં ગામોના ગામ વેરાન, મૃત્યુ આંક ૧૨૯૭, ૫૦૦૦ ઘાયલ : અનેક શહેરો તબાહ
17-Aug-2021
હૈતીમાં શનિવારે થયેલા ૭.૨ની તીવ્રતાવાળા ભૂકંપમાં મૃતકોની સંખ્યા ૧૨૯૭ થઇ છે, જ્યારે ઘાયલોનો આંક પણ ૫૭૦૦ પર પહોંચ્યો છે.
કૈરેબિયન દેશ હૈતીમાં થયેલા ભૂકંપમાં ગામના ગામ વેરાન થઇ ગયા છે. હજારોની સંખ્યામાં લોકો, ઘર નાશ પામતા, વિસ્થાપિત થઇ ગયા છે. ભૂકંપપીડિતો ભીષણ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે રહી રહ્યા છે. કોરોના મહામારી અને હિંસાની ઘટનાઓ વચ્ચે પ્રાકૃતિક આપદામાં રાહત કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. હૈતીમાં થોડા સમય અગાઉ રાષ્ટ્રપતિની હત્યા થઇ હતી. દેશના વડાપ્રધાન એરિયલ હેનરીએ દેશમાં એક માસ માટે કટોકટી લાદી છે. નાગરિકોના ૨ી | નિવાસસ્થાનો ઉપરાંત સ્કૂલો, ચર્ચ અને માં હોસ્પિટલોને પણ નુકસાન થયું છે. આખો દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છેએવા સમયે આ ભૂકંપની આપત્તિ આવી પડી છે.
આ પખવાડિયાના આરંભે મુશ્કેલી વધી શકે છે કારણ કે ગ્રેસ વાવાઝોડું સોમવારે રાત સુધી હૈતી પહોંચી શકે છે. એનાથી ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનનો ભય તોળાઇ શકે છે એમ મોસમ વૈજ્ઞાનિકોએ કહ્યું.
શનિવારે હૈતીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં થયેલા ભૂકંપથી કેટલાય શહેર લગભગ સંપૂર્ણપણે તબાઇ થઇ ગયા છે. ભૂસ્ખલનના પરિણામે બચાવ અભિયાન પર વિષમ અસર થઇ રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024