WHOએ ભારતમાં કોરોના વિસ્ફોટ માટે કોને ઠેરવ્યા જવાબદાર ઠેરવ્યા

13-May-2021

WHOએ બુધવારે પ્રકાશિત થયેલા રોગચાળાને લગતા તેના સાપ્તાહિક કોવિડ -19 સુધારા અહેવાલમાં જણાવ્યું છે કે વાયરસના B. 1.617 ફોર્મનો પહેલો કેસ ઓક્ટોબર 2020 માં નોંધાયો હતો. આ મુજબ, ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસો અને મૃત્યુએ વાયરસના B. 1.617 ફોર્મ સહિત અન્ય સ્વરૂપોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે પ્રશ્નો ઉભા કર્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ કહ્યું છે કે ભારતની પરિસ્થિતિના તાજેતરના મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે દેશમાં કોવિડ -19 ના કેસોમાં ‘વધારો’ થવા માટે ઘણા સંભવિત પરિબળો જવાબદાર છે. જેમાં ‘વિવિધ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો મોટી સંખ્યામાં શામેલ છે જેના કારણે લોકોમાં સામાજિક સંપર્ક વધ્યો છે.’ 

દેશમાં કોવિડ -19 કેસોના “વિકાસ અને પુનરુત્થાન” માટે ઘણા સંભવિત પરિબળો જવાબદાર હતા. જેમાં સાર્સ સીઓવી 2ના વિભિન્ન સ્વરૂપોના પ્રસારે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એ જ રીતે વિવિધ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં થયેલા વિશાળ મેળાવડાને કારણે લોકોના સામાજિક મિલનમાં વધારો થયો. આ ઉપરાંત જાહેર આરોગ્ય અને સામાજિક ઉપાય (પીએચએમએસ) નું પાલન ન થવું પણ વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર હતું. જો કે ભારતમાં વાયરસના ફેલાવા માટેના આ દરેક પરિબળોમાંથી કયું કેટલું જવાબદાર છે? તે હજી બહુ સારી રીતે સમજી શકાયું નથી. જાહેર છે કે ગત કેટલાક દિવસોથી કોરોનાના કેસ ભયંકર રીતે વધ્યા છે. જેને લઈને દેશમાં ચિંતાનો માહોલ છે. જોવા જોઈએ તો સામાન્ય લોકો પણ સોશિયલ મીડિયામાં અવારનવાર રાજકીય કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડા પર પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે.અહેવાલમાં જણાવાયું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતની સ્થિતિ અંગે તાજેતરમાં કરાયેલા જોખમ મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે.

 

Author : Gujaratenews