WhatsApp લાવી રહ્યું છે આ શાનદાર ફીચર, મોકલી શકશો હાઇ ક્વોલિટી વિડીયો

05-Jul-2021

વોટ્સએપમાં આવનારી આ સુવિધા ઇન્સ્ટાગ્રામના વોઇસ  મેસેજ ફિચર જેવી જ છે. વોટ્સએપનું આ ફીચર વર્ઝન નંબર 2.21.13.17 પરથી રોલ કરવામાં આવી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં Android અને iOS વપરાશકર્તાઓ માટે આ સુવિધાનું વર્ઝન રજૂ કરશે.વોટ્સએપના એંડ્રોઇડ બીટા વર્ઝન નંબર 2.21.14.6 સાથે વિડીયો અપલોડ ક્વોલિટી નામનું એક ફીચર આપવામાં આવશે. આ યુઝર્સને બીજા યુઝર્સને વિડીયો સેન્ડ કરતાં પૂર્વે ક્વોલિટી સેટ કરવાની સુવિધા આપશે.

WhatsApp જલ્દી જ એક નવું ફીચર એડ કરવા જઇ રહ્યું છે. જેનાથી વોટસએપનો યુઝર્સ એક્સપિરિયન્સ વધુ મજેદાર બનશે. જેમાં વોટસએપ હાલ ફ્રેન્ડ અને ફેમિલીને હાઇ ક્વોલિટી વિડીયો(Video)શેર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. જેમાં WABetaInfo ના અહેવાલ અનુસાર વોટ્સએપ આજકાલ એક ખાસ ફીચર માટે ટેસ્ટિંગ કરી રહ્યું છે.

તેમજ WhatsApp નું આ ફીચર રોલઆઉટ થતાની સાથે જ યુઝર્સ વીડિયો સેન્ડ કરતાં પૂર્વે તેની ક્વોલિટી પોતાની મરજી મુજબ સેટ કરી શકશે. અત્યારે વોટ્સએપ પર માત્ર 16એમબી સુધીની સાઈઝનો વિડીયો(Video) સેન્ડ કરી શકાય છે.

વીડીયો સેન્ડ કરતાં પૂર્વે ક્વોલિટી સેટ કરવાની સુવિધા

WABetaInfo ના અહેવાલ અનુસાર વોટ્સએપના એંડ્રોઇડ બીટા વર્ઝન નંબર 2.21.14.6 સાથે વિડીયો અપલોડ ક્વોલિટી નામનું એક ફીચર આપવામાં આવશે. આ યુઝર્સને બીજા યુઝર્સને વિડીયો સેન્ડ કરતાં પૂર્વે ક્વોલિટી સેટ કરવાની સુવિધા આપશે. આ અંગે WABetaInfo એક સ્ક્રીન શોટ શેર કર્યો છે. જે મુજબ આ નવા ફીચરમાં યુઝર્સને વિડીયો ક્વોલિટી સેટ કરવા માટે “ઓટો” બેસ્ટ ક્વોલિટી ” અને ” ડેટા સેવર ” જેવા વિકલ્પો મળશે.

https://twitter.com/WABetaInfo/status/1410646900303400972

Whatsapp લાવી રહ્યું છે યુઝર્સ  માટે બે નવી સુવિધા

આ ઉપરાંત Whatsapp યુઝર્સ  માટે બે નવી સુવિધાઓ લાવી રહ્યું છે. જેમાં  હવે Whatsapp યુઝર્સને  તેમના કોન્ટેક પર સ્ટીકર પેક(Sticker Pack)મોકલી શકશે. આ સિવાય કંપનીએ વોઇસ નોટમાં પણ ફેરફાર કર્યા છે. હવે યુઝર્સને પ્રાપ્ત થયેલી વોઇસ નોટ  સીધી લાઇનને બદલે વેવફોર્મમાં જોવા મળશે. Whatsapp યુઝર્સ માટે  આ નવા ફીચર્સને આગળ ધપાવી રહી છે. Whatsapp શરૂઆતમાં  બીટા વપરાશકર્તાઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાવશે. તેમજ  એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં વૈશ્વિક યુઝર્સ  માટે આ બંને સુવિધાઓનું  વર્ઝન લાવવામાં આવશે.

વોટ્સએપ વેવફોર્મ

WABetaInfo ના અહેવાલ મુજબ, વોટ્સએપ હાલમાં વોઇસ વેવફોર્મ પર કામ કરી રહ્યું છે. આ સુવિધા દ્વારા કંપની વોટ્સએપમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરી રહી છે. વોઇસ-નોટ માટે આ સુવિધાના રોલઆઉટ પછી યુઝર્સને આ  સંદેશ વેવફોર્મમાં જોવા મળશે. હાલમાં  જ્યારે તમે વોટ્સએપમાં વોઇસ નોટ મોકલો છો ત્યારે એક સીધી લાઇન(progression bar) દેખાય છે.

Author : Gujaratenews