ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે, વોટ્સએપને તેમની નવી પ્રાઈવસી પોલીસી (Whatsapp New Privacy Policy) પરત લેવા માટે તાકીદ કરી છે. ઈલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે આ સબંધે, વોટ્સએપને 18મી મેના રોજ પત્ર લખીને આદેશ કર્યો છે કે, નવી પોલીસી પરત ખેચવા અથવા તો કડક કાર્યવાહી માટે તૈયાર રહેવા જણાવી દેવાયુ છે.
વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસી (Whatsapp New Privacy Policy) અંગે ચાલી રહેલા વિવાદનો અંત નથી આવ્યો. વોટ્સએપ એ ભારત સહિતના ઘણા દેશોમાં 15 મેથી તેની નવી પ્રાઈવસી પોલીસી લાગુ કરી દીધી છે. નવી પ્રાઈવસી પોલીસી બાબતે છેલ્લા પાંચ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વોટ્સએપ નીતિ અંગે કેન્દ્ર સરકાર અને વોટ્સએપ પાસેથી જવાબ પણ માંગ્યા હતા.
દરમિયાન મિડીયા રીપોર્ટ અનુસાર, સરકારે કહ્યું છે કે જો વોટ્સએપ તેની નવી પ્રાઈવસી પોલીસી (Whatsapp New Privacy Policy) પાછી નહીં ખેંચે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોટ્સએપને તેની નવી નીતિ પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે. આ સંદર્ભે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા 18 મેના રોજ, વોટ્સએપને એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે.
18 મેના રોજ વોટ્સએપને મોકલેલા પત્રમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કહ્યું છે કે વોટ્સએપની નવી પ્રાઈવસી પોલીસી, (Whatsapp New Privacy Policy) ભારતીય વપરાશકર્તાઓની સુરક્ષા, ગુપ્તતા, ડેટા સિક્યુરિટીનો અધિકાર ખતમ કરવા બાબતે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કરોડો ભારતીય વપરાશકર્તાઓ સંદેશાવ્યવહાર માટે મુખ્યત્વે વોટ્સએપ પર નિર્ભર છે. કંપનીએ નવી વોટ્સએપ પોલિસી લાગુ કરીને બેજવાબદારી સાબિત કરી દીધી છે.
હાલમાં WhatsAppની નવી પ્રાઈવસી પોલીસી (Whatsapp New Privacy Policy) ની બાબત દિલ્હી હાઇકોર્ટમાં વિચારણા હેઠળ છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, નવી વ્હોટ્સએપ નીતિ અનેક ભારતીય કાયદાઓનું હનન કરી રહી છે. કાયદોઓનો ભંગ સમાન છે. મંત્રાલયે સાત દિવસની અંદર વોટ્સએપનો જવાબ માંગ્યો છે અને એમ પણ કહ્યું છે કે જો સંતોષકારક પ્રતિસાદ નહીં મળે તો વોટ્સએપ સામે કડક પગલા લેવામાં આવી શકે છે.
વોટ્સએપ દ્વારા તેની નવી પ્રાઈવસી પોલીસી 15મી મેથી લાગુ કરી દેવાઈ છે. વોટ્સએપે તેની એપ ઉપર વપરાશકર્તાઓને મેસેજ પણ મોકલ્યો છે કે, જો તેઓ તેમની નવી પ્રાઈવસી પોલીસી નહી સ્વીકારો તો બંધ નહી કરે પણ ધીમે ધીમે એક પછી એક વોટ્સએપના ફિચર્સ બંધ કરી દેશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024