નવી દિલ્હી : હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, દેશભરમાં ચોમાસાનો વ્યાપ વધી રહ્યો છે. અંદાજે ૮૦ ટકા વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે પણ ઉત્તર-પશ્ચિમી રાજ્યોને હજી સંપૂર્ણ ચોમાસાની જમાવટ માટે ૭થી ૧૦ દિવસ રાહ જોવી પડશે. હવામાન ખાતાએ જણાવ્યું કે, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં સંપૂર્ણ ચોમાસું બેસવામાં અંદાજે એક અઠવાડિયા જેટલો વિલંબ થઈ શકે છે.હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં એક અઠવાડિયા સુધી પ્રિ-મોન્સુન ઝાપટાં યથાવત રહેશે બુધવારે પણ આ ચારેય રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો,
મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ મુંબઈમાં બુધવારે દિવસ દરમિયાન તોફાની વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરેલ વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાયું હતું. બીજી તરફ વેસ્ટર્ન એક્ટ્રેસ હાઈવે અને પરા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાતા સડકો પર ભારે ટ્રાફિક જામ થયો હતો.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024