કોલકાતાઃ દેશમાં કોરોના વાઇરસ વકરતો અટકે તે માટે અનેક રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જેમાં વધુ એક રાજ્યનો ઉમેરો થયો છે. પશ્ચિમ બંગાળે પણ 30 મે સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. ચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો હતો. રવિવારથી 30 મે સુધી જરૂરી સેવાઓ છોડીને તમામ બંધ રહેશે.આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં કોરોનાના એક્ટિવ કેસ 1,31,792 છે. જ્યારકે 9,50,017 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. જ્યારે 12,993 લોકોના કોરોનાથી મોત થયા છે.
બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- કરિયાણાની દુકાન, શાકભાજીની દુકાનો સવારે 7 થી 10 ખુલ્લી રહેશે.
- બેંકો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- લગ્નમાં 50 થી વધારે વ્યક્તિને મંજૂરી આપવામાં નહીં આવે.
- સરકારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે.
- ચા ના બગીચા 50 ટકા શ્રમિકા સાથે ખુલ્લા રાખી શકાશે.
- માત્ર ઈમરજન્સી સેવા માટે ટેક્સી અને ઓટો તવી શકાશે. લોકલ ટ્રેન, બસ અને મેટ્રો બંધ રહેશે.
- ધાર્મિક-રાજકીય મેળાવડા નહીં કરી શકાય.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024