તૌકતે વાવાઝોડાની વિદાય પછી પણ હજુ કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. આગામી ૨૪ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળો પર હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
હજુ ભેજનું ઉંચું પ્રમાણ હોય રાત્રે ઠંડક અનુભવાઈ રહી છે. 24 કલાક પછી ગરમીનો પારો ઉંચો જશે તેમ હવામાન ખાતાનું કહેવું છે. આજે રાજકોટ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં વાતાવરણ સુક્કું રહેશે.
તા.27 થી 28 ની વચ્ચે હળવાથી ભારે વરસાદ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને દીવમાં સુક્કું વાતાવરણ રહેશે.
હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન નીચલા સ્તર પર ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે ભેજનું પ્રમાણે સવારે ૮-૩૦ વાગ્યે ૭૩ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે ૪૯ ટકા જેટલું ઉંચું રહે છે. હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી રહેશે.
મહત્તમ તાપમાનમાં આગામી ૨૪ કલાક સુધી કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ ૨ થી ૩ ડિગ્રી સુધી તાપમાન વધશે વાવાઝોડાના કારણે માંડ માંડ ગરમી જામી હતી ત્યાં હળવી ઠંડક આવી ગઈ છે. ભેજયુક્ત પવનના કારણે સ્થિતિ એવી બની છે કે લોકો પરસેવે રેબઝેબ બની જાય છે.
આવી ગરમી, બફારો અને પરસેવો વળવાની ઘટના ચોમાસામાં બનતી હોય છે. કેમકે ત્યારે ગરમી ખાસ્સી ઘટી ગઈ હોય છે. હજુ તો વૈશાખ માસ ચાલી રહ્યો છે અને આકરાં તાપ પડવા જોઈએ તેના બદલે ગરમી ઘટી ગઈ છે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024