ગીર ગઢડા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સુરતથી આવેલા ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપ્યું
13-May-2021
Surat: ગીર ગઢડા આરોગ્ય કેન્દ્ર ખાતે ખરેખર સરકારી હેલ્થ સેન્ટર જે રીતે કાર્યરત હોવા જોઈએ એ જ વાસ્તવિકતા આ આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી હતી. જેમાં ઓકસીજનની વ્યવસ્થા હોસ્પિટલાઈઝ બેડ, દવાઓની વ્યવસ્થા, એમ્બ્યુલન્સ, નર્સિંગ સ્ટાફ ડોક્ટર અને આપત્તિ સમયે અટકતી તમામ કડીઓને જોડીને ગામની સેવાભાવી સંસ્થા તેમજ ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને દર્દીઓ માટે ઉત્તમ પ્રકારની સેવા કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના તમામ ગામડાઓનાં આઈસોલેશન સેન્ટરોમાં ભોજનની વ્યવસ્થા તો નિઃશુલ્ક જ હોય છે જે ખરેખર સૌરાષ્ટ્રના ગામડાઓમાં આવનારા સમયની મોટી જરૂરિયાત જણાય છે. આ આરોગ્ય કેન્દ્રને જોતા એવું લાગી રહ્યું છે કે દરેક ગામમાં આવું એક નાનું હેલ્થ સેન્ટર તો હોવું જ જોઈએ. જેનાથી આવનારા સમયમાં આવી મહામારી સામે ગામડાઓની પરિસ્થિતિ આટલી હદ સુધી કથળે નહીં. સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા આયોજીત વતનની વ્હારે અભિયાનમાં સુરતથી સૌરાષ્ટ્ર પધારેલ ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલે અહીં દર્દીઓની સારવાર કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમની સાથે મારુતિ વીર જવાન યુવા ટીમનાં સભ્યો કરૂનેશભાઈ રાણપરિયા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયા, કેનિલભાઈ ગોળકીયા, નિલેશભાઈ ઘેવરિયા, સનીભાઈ સોજીત્રાની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
20-Aug-2024