વેરાવળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું, દસ નંબરનું સિગ્નલ બહુ ઓછુ લગાવાય છે, જાણો વાવાઝોડુ કેટલું દુર છે

17-May-2021

જી ન્યૂઝ લાઈવ : સોમવારે સવારે 10 વાગ્યનાની સ્થિતિની વાત કરીએ તો તાઉ તે(Tautakte) વાવાઝોડું સિવિયર સાઇક્લોનમાંથી વેરી સિવિયર સાઇક્લોનમાં પરિવર્તિત થઈ ચુક્યું છે. ગુજરાત અને મુંબઇ દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલ મુંબઈથી પણ તાઉ તે (Tautakte) આગળ નીકળી ગયું છે. દરિયામાં સુરતથી 250 કિમી જ દુર રહી ગયું છે. જેથી સમગ્ર દક્ષિણ ગુજરાત ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. સાંજ સુધીમાં આ વાવાઝોડું ગુજરાતને અથડાવાની શક્યતા છે. વેરાવળ અને માંગરોળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું, 10 નંબરનું સિગ્નલ જવલલ્લે જ લગાવાય છે, આ સિગ્નલ દરિયો કેટલો ભયાનક છે અને લોકોએ પણ કેટલું સતર્ક રહેવું તેની સ્થિતિ દર્શાવે છે. દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. વાવાઝોડું (Tautakte) વેરાવળથી 290 કિમી દુર 20 કિમી સ્પીડે ચાલી રહ્યું આ વાવાઝોડું દીવથી 260 કિમી દુર હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડા પહેલા મહીસાગર જિલ્લામાં પણ વાવાઝોડાની અસર થઈ છે. ભારે પવનના કારણે વીજપુરવઠો ખોરવાયો છે અને કેટલાક મકાનના છાપરા ઉડી રહ્યા છે, તો કયાંક ને કયાંક ખાનાખરાબી સર્જાઈ રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના ગામડાઓ માટે એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં વેરાવળ અને મહુવા બાદ ઉનામાંથી પસાર થશે વાવાઝોડું પસાર થવાની શક્યતા છે. હાલ 20 કિમીની ઝડપે પસાર થઈ રહ્યું છે. હાલ દરિયામાં આવેલા કેન્દ્ર પરથી સેટેલાઈટ ઇમેઝના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

Author : Gujaratenews