વલસાડ પાસે ૧૪ ગાયો ગુડ્ઝ ટ્રેનની અડફેટે ચઢીઃ ૧૧ના મોત, ત્રણના પગ કપાઈ ગયા

13-Jun-2021

વલસાડ,નવસારી: વલસાડ તાલુકાના ડુંગરી પંથકમાં આવેલા જોરાવાસણ રેલવે સ્ટેશન પાસે સવારે ૮ કલાકે ગુડ્ઝ ટ્રેનની અડફેટે ૧૪ દેશી ગાયો આવી ગઈ હતી. જેમાંથી ૧૧ ગાયોના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બચેલી ૩ ગાયોના પગ કપાઈ જતા તેઓને નવસારી ખડસુપા ખાતે પાંજરાપોળમાં ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ વલસાડ ડુંગરી અગ્નિવીર ગૌસેવા દળના સભ્યોએ ઘટના સ્થળે પહોંચી જઈ મૃત ૧૧ ગાયોને નજીકમાં જ ખાડા ખોદી દફનાવી દીધી હતી.

Author : Gujaratenews