સુરતના સરથાણા નેચરપાર્કમાં સાપના ડંખની વાઘણનું મોત નીપજ્યું છે. 14 વર્ષની ઉંમર ધરાવતી વાઘણ સાંભવીને 2013માં મૅગ્લોર ઝુમાંથી લાવવામાં આવી હતી. વાઘણનું મોત થતા ફોરેસ્ટ ઓફિસરોની હાજરીમાં તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. તેમજ વિશેરા મોકલ્યા છે.
છેલ્લા પાંચ દિવસથી સાંભવી નામની વાઘણને ઇન્જેક્શન અને બાટલા ચડાવીને જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. ઝુ ઇન્ચાર્જ ડો.રાજેશ પટેલના જણાવ્યા પ્રમાણે સવારે 4 વાગ્યે સાંભવી વાઘણનું મોત થયું છે. તેને સાપે ડંખ માર્યો હોવાની શકયતા છે. તેના બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. પરંતુ લીવર ડેમેજ થયું હોવાની માહિતી સામે આવી હતી. પાંચ દિવસની સારવાર બાદ આજે વાઘણે દમ તોડ્યો હતો.
7 વર્ષ પહેલાં નેચરપાર્કમાં સિંહણ તેજલનું એકાએક મોત થયું હતું, વિશેરા મોકલાયા હતા
7 વર્ષ પહેલાં જન્માષ્ટમીના દિવસે એકાએક બિમાર પડી ગયેલી સિંહણે આખરે દમ તોડી દેતાં નેચરપાર્કના સત્તાધીશો પણ મૂંઝવણમાં મૂકાયા હતા. એટલે મોતનું કારણ જાણવા માટે તેના વિશેરાને તપાસ કરવા માટે મોકલાયા હતા. સરથાણા નેચરપાર્કમાં એશિયાટિક લાયનની જોડી તૂટી હતી. જેમાં સિંહ શ્યામલ અને સિંહણ તેજલમાંથી તેજલનું મોત નીપજયું હતું.
25-Jun-2025