SURAT: યુનિટી હોસ્પિટલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો

16-Aug-2021

યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા ખાતે સ્વતંત્રદિનની ઉજવણી વિશેષ હોય છે, આ વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું, કોરોનાની મહામારી દરમિયાન જે દર્દીઓ 20 થી 30 દિવસ ICU ની અંદર મોતને માત આપીને ઘરે સાજા થઈને ગયેલા હોય એમના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, સાથે હોસ્પિટલની આખા વર્ષ દરમિયાન દર્દીઓની સચોટ સેવા કરવા બદલ અને સ્વતંત્રદિન સાંસ્કૃતિક કાર્યકમમાં ભાગ લેવા બદલ કર્મચારીઓનું બહુમાન રૂપે ભેટ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews