ઉમરા વેલંજા હાઈવે રોડ પર ભયંકર અકસ્માત, ડ્રાઈવરનો આબાદ બચાવ

15-Jun-2021

ઓલપાડના વેલંજા રોડ પર મંગળવારે સવારે બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતા એક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો.ઓલપાડના ઉમરા ગામ પાસેથી પસાર થતા ઉમરા – હજીરા હાઇવે પર મંગળવારે વહેલી સવારે 8.30 વાગ્યે ભયંકર અકસ્માતના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ , ઉમરા – હજીરા હાઇવે પર ગોથાણ બ્રિજ છેલ્લા 15 દિવસથી રીપેરીંગ ચાલુ હોવાથી એક સાઈડનો હાઇવે બંધ કરવામાં આવ્યો છે. જેથી ઉમરા – હજીરા હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતની ઘટનાઓ વધતી જતી હોય છે. વહેલી સવારે 8.30 આજુબાજુ ઉમરા – હજીરા હાઇવે પર ઉમરા પાટિયા નજીક બે ભારે વાહનો સામે સામે અથડાયા હતા જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ,પરંતુ એક વ્યક્તિ ને નાની મોટી ઈજા થઈ હતી , જો કે એક ટ્રક નો ડ્રાંઈવર ગંભીર રીતે ડ્રાંઈવિંગ સીટ પર જ ફસાઈ ગયો હતો ,જેથી અંદાજે 0.30 મિનિટ સુધી સ્થાનિકો અને અન્ય વાહનોના ડ્રાંઇવર દ્વારા બહાર કઢાયો હતો.બન્ને ટ્રક સામ સામે અથડાતા પાછળ થી આવતી એક ફોરવહિલ પણ ટ્રક પાછળ ભટકાઈ હતી. જૉકે ફોરવહિલ ચાલક ને કોઈ ઈજા પહોંચી ન હતી.

આ પહેલા પણ આ જ રોડ પર ઘણા અકસ્માત થઈ ચૂક્યા છે અમે મોત પણ થઈ ચૂક્યા છે ,જેમાં માણસો અને ઢોરો પણ સામેલ છે ,પહેલા રોજ ના 2 અકસ્માત થતા હતા જેમાં અકસ્માત નું કારણ ટ્રક અને રોડ પર રખડતા રેઢિયાર ઢોર હતા, રહીશો ની માંગ છે કે વહેલી તકે આ રોડ પર સ્ટ્રીટ લાઈટ મુકવામાં આવે જેથી અકસ્માત ના બનાવ ઘટે.

Author : Gujaratenews