નવી દિલ્હી : વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ – UGC એ કોલેજના વિદ્યાર્થીઓને NCC ને પસંદગીપાત્ર વિષય તરીકે સ્વીકારવાની મંજૂરી આપી છે. UGC એ બધી જ યુનિવર્સિટીઓના કુલપતિઓને માટે ગત 15મી એપ્રિલ 2021ના રોજ બહાર પાડેલી માર્ગદર્શિકામાં આ મંજૂરી અપાઈ છે. NCC નવી દિલ્હીના મહાનિર્દેશકે રજૂ કરેલી NCC ને સામાન્ય પસંદગીપાત્ર ક્રેડિટ અભ્યાસક્રમ તરીકે સ્વીકારવાની દરખાસ્ત UGC એ સ્વીકારી હતી. NCC ને આવતા શૈક્ષણિક વર્ષથી પસંદગી પાત્ર વિષય તરીકે આપવાની દરખાસ્તને ગુજરાતની યુનિવર્સિટીના કુલપતિઓએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. NCC ગુજરાતના ડાયરેક્ટરેટ દ્વારા આ નિર્ણયના ઝડપી અમલીકરણના પ્રયાસો હાથ ધરાયા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024