મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન વધારો લગભગ નિશ્ચિત છે. કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર Lockdownનો સમયગાળો વધારવાનું લગભગ નિશ્ચિત છે. આ વખતે લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવી શકે છે. જેની સાથે જ રાજ્યમાં પહેલાની જેમ જ જરૂરી સેવાઓ માટે આપવામાં આવતી છૂટ ચાલુ રહેશે. લોકડાઉન સંબંધિત મહત્વની બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રાલયે તેને 31 મે સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને ઔપચારિકતાઓ બાકી છે.
કેબિનેટની બેઠકમાં આરોગ્ય મંત્રાલય અને મંત્રીઓએ Lockdownને આગામી 15 દિવસ સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે કહ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેના પર અંતિમ નિર્ણય લેશે. જેને લઈને જાહેરાત કરવાની જ બાકી રહી ગઈ છે.
11-Apr-2025