ન્યુ દિલ્હી, : માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ફરી એકવાર ભારતને ખોટી રાહ ચીંધી છે. પોતાની વેબસાઇટ પર ટ્વિટરે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને અલગ અલગ દેશ બતાવ્યો છે. એટલે કે તેમણે ભારતનો ખોટો નકશો બતાવ્યો છે. સરકારી માહિતી મુજબ આ માહિતીને લઈને ટ્વિટર પર એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પેહલા પણ સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહની જગ્યાએ જમ્મુ કાશ્મીરના ભાગમાં બતાવતા ટ્વિટરને નોટિસ આપી હતી. હજી સુધી ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. પણ જાણકાર લોકોએ આપી માહિતી મુજબ જો નોટિસ આપ્યા બાદ પણ જો ટ્વિટર આ ઘટના પર કોઈ પગલાં નહીં લે તો સરકાર આઈટીના નિયમ મુજબ ટ્વિટર પર પ્રતિબંધ લગાવી શકે છે અને કડક કાર્યવાહી પણ કરી શકે છે. આ સાથે જ નિયમ મુજબ સરકાર એક અપરાધ પણ નોંધી શકે છે, જેમાં ૬ મહિનાનીઓ કારાવાસ પણ સામેલ
છે. કેન્દ્રીય આઈટી મંત્રાલયે ટ્વિટરને ચેતવણી આપતા જણાવ્યું કે નવા નિયમોનું પાલન ન કરવાની ટ્વિટરની જીદથી સાબિત થાય છે કે કંપનીમાં પ્રતિબદ્ધતાનો અભાવ છે અને તે ભારતના લોકોને તેના પ્લેટફોર્મ પરથી સુરક્ષિત
અનુભવ પુરો પાડવાનો પ્રયાસ કરવા માંગતી નથી. મંત્રાલયે ટ્વિટરને પાઠવેલી નોટીસમાં જણાવ્યું કે એ જાણીને અત્યંત ખેદ થયો કે આઈટી મિનિસ્ટ્રીના પત્રમાં તમારા જવાબમાં સરકારના સવાલ પર કોઈ જવાબ અપાયો નથી કે નિયમોનું પાલન કરવાનો તમારો ઈરાદો પણ લાગતો નથી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024