ટોસિલીઝુમેબ ઇન્જેક્શન કાળાબજારમાં ડોક્ટર એવી ટ્રાઇસ્ટારની ડો. હેતલ કથરીયાએ દર્દીના નામે બોગસ પ્રિસ્ક્રીપ્શન બનાવ્યાનો ઘટસ્ફોટ

12-May-2021

સુરત: કોરોના સંક્રમિત અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા દર્દીઓ માટે જરૂરી એવા ટોસીલીઝુમાબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં ટ્રાઇસ્ટાર હોસ્પિટલની મહિલા ડોક્ટર દર્દી હોસ્પિટલમાં દાખલ નહીં હોવા છતાં તેના નામનું બોગસ પ્રિસ્ક્રીપ્શનના આધારે ઇન્જેક્શન ખરીદ્યાનું બહાર આવ્યું છે. જ્યારે પોલીસે મહિલા ડોક્ટર અને જીયોમેક્સ હોસ્પિટલના કર્મચારીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

દર્દી દાખલ નહોતુ છતા પ્રિસ્ક્રીપ્શન લખ્યું, અન્ય નામે પણ લખાયાની આશંકા, ડોક્ટર, જીયોમેક્સ હોસ્પિટલના કર્મચારી ને 3 દિવસના રિમાન્ડ

સુરત એસઓજીએ ડમી ગ્રાહકની મમદથી કોરોના સંક્રમિત દર્દી માટે જરૂરી એવા રૂપિયા 45 હજારનું ટોસિલીઝુમાબ ઇન્જેક્શનને રૂપિયા 2.70 લાખમાં કાળબજાર કરનાર રસીક લીલાધર કથીરીયા (રહે. 1001, શ્રીગણેશ રેસીડેન્સી, ગણેશપુરા, અમરોલી મૂળ. ભેંસાણ, જૂનાગઢ)ના 3 દિવસના રિમાન્ડ મેળવી હાથ ધરેલી પુછપરછના આધારે ઉમરા પીએસઆઇ એન. જે. પંચાલે અઠવા ગેટની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં નોકરી કરતી રસીકની પુત્રી ડો. હેતલ કથીરીયા (ઉ.વ.27) અને વેસુની જીઓમેક્સ હોસ્પિટલના કેશ કાઉન્ટરના કર્મચારી વ્રજેશ હેમંત મહેતા (ઉ.વ.25, રહે. ગોપીપુરા)ની ધરપકડ કરી તેઓને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. પુછપરછ અંતર્ગત રસીક પાસેથી જે દર્દીના નામનું પ્રિસ્ક્રીપ્શન મળ્યું હતું. તે રમેશ અમરસીંગ માંગુકીયા ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયો જ ન હહતો છતાં ડો. હેતલે તેના નામનું બોગસ પ્રિસ્ક્રીપ્શન બનાવ્યું હતું. જેથી અન્ય દર્દીના નામે પણ પ્રિસ્ક્રીપ્શન બનાવ્યા હોવાની આશંકા સાથે તે અંગેની તપાસ કરવા, બોગસ પ્રિસ્ક્રીપ્શનના આધારે વધુ ઇન્જેક્શનો ખરીદ્યા છે કે નહીં તેની તપાસ કરવા ડો.હેતલ ટ્રાઇસ્ટારમાં દાખલ કરવામાં આવેલા મગદલ્લાના દર્દી માટે જે ઇન્જેક્શન સંબંધીઓએ અપાવ્યા હતા તે વિજય નામની વ્યક્તિ પાસેથી ખરીદ્યું હતું. જેથી વિજયની તપાસ કરવા સહિતના મુદ્દે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે એપીપી મનિષ રાણપરાએ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. કોર્ટ દ્વારા ડો. હેતલ અને વ્રજેશના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કાળાબજારમાં વેચેલા ઇન્જેક્શનની ખાલી વાયલ પરત માંગવા પાછળનું ઘેરાતુ રહસ્ય
ટોસિલીઝુમાબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણની તપાસ અંતર્ગત બોગસ દર્દીના નામે પ્રિસ્ક્રીપ્શન લખનાર ડો. હેતલ કથીરાયા અને વ્રજેશ મહેતા દ્વારા જે દર્દીના સંબંધીઓને ઇન્જેક્શન વેચતા હતા. તેમને ઇન્જેક્શનની ખાલી વાયલ પરત આપવા કરી બજારમાં વેચાણ કરતા હતા. આ મુદ્દે તપાસ કરવા પોલીસે એફએસએલ અને ઇન્જેક્શન બનાવનાર કંપનીના નિષ્ણાંતોની મદદ લેવાની તજવીજ શરૂ કરી છે.

વોટર પ્લાન્ટ ચલાવતા વિજયની સંડોવણી બહાર આવતા અટકાયત, મિત્ર પાસે ખરીદી ડો.હેતલને આપ્યું હતું
બોગસ પ્રિસ્ક્રીપ્શનના આધારે ટોસિલીઝુમાબ ઇન્જેક્શનના કાળાબજાર પ્રકરણમાં ડો. હેતલની પુછપરછમાં ટ્રાઇસ્ટ્રારમા અગાઉ દાખલ મગદલ્લાના દર્દી માટે જે ઇન્જેક્શન અપાવ્યું હતું. તે વિજય નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યું હતું. જેથી પોલીસે વિજયની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. વોટર પ્લાન્ટ ચલાવતા વિજયની પ્રાથમિક પુછપરછમાં ઇન્જેક્શન તેના મિત્ર પાસેથી ખરીદી ડો. હેતલને આપ્યું હતું. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરીછે.
 

 

https://www.gujaratenews.com/

@gujaratenews

Author : Gujaratenews