સરકારે એક સાથે ગુજરાતના 26 IAS અધિકારીઓની કરી બઢતી સાથે બદલી

10-Jun-2021

1986ની બેચના IAS પંકજ કુમારની બદલી ગૃહમંત્રાલયમાં કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.વિપુલ મિત્રાને પંચાયત અને ગ્રામીણ મકાન વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજીવ ગુપ્તાને ઉદ્યોગ અને ખનીજ વિભાગમાં અધિક મુખ્ય સચિવ બનાવાયા છે.ગુજરાત સરકારે 22 અધિકારીઓને પ્રમોશન સાથે બદલીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બ્યૂરોક્રેસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એક સાથે ગુજરાતના 26 IASની બદલી કરવામાં આવી છે (26 IAS transferred). ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગુજરાતના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓ થાય તેવી છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી. લાંબા સમયથી પડતર રહેલી બદલીના ઓર્ડર ટૂંક સમયમાં થશે તેવી ચર્ચાઓએ સચિવાલયમાં જોર પકડ્યું હતું. આ દરમ્યાન સરકારે 22 જેટલા IAS અધિકારીઓની બદલીઓ કરી છે.

 

#Gujarat 26 IAS Transferred

Author : Gujaratenews