કીડનીના સોદાગર આક્રિકન આરોપી ટોટી ડાગોએ સુરત પોલીસને કહ્યું “જય માતાજી”અને પછી ચોંકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે શું કર્યું, વાંચો...
24-Jul-2021
છેતરપિંડીના ગુનામાં પકડાયેલ મૂળ આફ્રિકન આરોપી દરરોજ સવારે "જય માતાજી" કહીને પોલીસનું અભિવાદન કરે છે.
કિડની વેચવા માટે કરોડો રુપિયાની લાલચ આપીને છેતરપિંડી કરનાર આફ્રિકન આરોપીને સુરત પોલીસે થોડા દિવસ પહેલા જ ઝડપી પડ્યો હતો. પણ ગણતરીના દિવસોમાં જ આ આરોપી ભારતીય સંસ્કૃતિના અમુક શબ્દો શીખી ગયો છે. અને તેને મળવા આવનાર પોલીસના જવાનોને તે હવે જય માતાજી કહીને આવકારે છે.
સુરત પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી જયારે છેતરપિંડીના ગુનામાં પકડાયેલા મૂળ આફ્રિકાના એક આરોપીએ પોલિસીને જ્ય માતાજી (Jai Mataji ) કહીને અભિવાદન કર્યું. આ આરોપીનું નામ છે ટોટી ડાગો. થોડા દિવસો પહેલા જ તે કિડની માટે રૂપિયાની લાલચ આપી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયો હતો.
સુરત શહેર પોલીસના સાયબર-ક્રાઇમના અધિકારીઓએ જયારે ટોટીને પૂછ્યું કે તેણે ભારતીય શબ્દ જય માતાજી કેવી રીતે શીખ્યો ? ત્યારે તેનો જવાબ પણ સૌને આશ્ચર્યમાં મૂકે તેવો હતો. ટોટીને આવું બોલતા બીજા કોઈએ નહિ પણ સુરતના ગેંગસ્ટર લાલુ જાલિમ નામના કુખ્યાત ગુનેગારે શીખવાડ્યો છે. જે પણ હાલ ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ રહ્યો છે.
જ્યારે શહેરના ક્રાઈમ બ્રાંચના (Crime Branch ) પોલીસ લોકઅપમાં બંને રીઢા ગુનેગારો એક બીજાને મળ્યા હતા, ત્યારે ગેંગસ્ટર જાલિમે તેના આફ્રિકન મિત્રને ભારતીય રીતભાત (Indian Culture ) વિશે થોડી ટીપ્સ આપી હતી. ટોટી સવાર પડતા જ તે દરેક વ્યક્તિને હાથ જોડીને આવકાર આપે છે.
સાયબર-ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, જ્યારે તેણે જાલીમને આ શીખવવાનું શ્રેય આપ્યું ત્યારે તેઓ પણ આશ્ચર્ય પામ્યા. પરંતુ પોલીસની નારાજગી હાલ એટલા માટે પણ છે કે ટોટી સાયબર ક્રિમિનલ છે. અને તે બનાવટી કિડની રેકેટની સચોટ વિગતો અંગે સ્પષ્ટ નથી કહી રહ્યો તેમજ તેપોલીસને પણ ગેરમાર્ગે દોરી રહ્યો છે. કૌભાંડમાં સામેલ તેના બીજા સાથીઓનું નામ હજી સુધી તેને આપ્યું નથી એમ પોલીસે જણાવ્યું હતું.
ટોટીએ ખુલાસો કર્યો કે તેના પિતા એબિજાનમાં એક સફળ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર હતા. પરંતુ આઇવરી કોસ્ટમાં સત્તા બદલાઇને કારણે તેમના વ્યવસાયને મોટો ફટકો પડ્યો. તે 2007 માં બેંગલોરમાં (બીસીએ) નો અભ્યાસ કરવા માટે આવ્યો હતો અને આ અભ્યાસ તેને 2011 માં પૂર્ણ કર્યો હતો. તે ઘરે પરત ફર્યો હતો, પરંતુ તેના પિતાનો વ્યવસાય ઓછો થવા લાગ્યો હતો અને તેમાં નુકશાન થવા લાગ્યું હતું જેથી ટોટી ભારત પાછો આવ્યો હતો.
પરંતુ તેનો વિઝા 2015માં સમાપ્ત થઈ ગયો. જોકે, ટોટીએ અહીં જ રહેવાનું ચાલુ રાખ્યું અને 2019માં તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ ગયો ન હતો. કોમ્પ્યુટર્સ વિશેના તેમના જ્ઞાનનો ઉપયોગ કરીને, ટોટી છેતરપિંડીના કૌભાંડનો ભાગ બન્યો. ટોટી સુરતના ઉદ્યોગપતિ અરબાઝ રાણા સાથે કરાયેલ છેતરપિંડીનો આરોપી છે, જે તેની બહેનને લગ્ન કરવા માટે કિડની વેચવા માંગતો હતો, કારણ કે તે આર્થિક મુશ્કેલીમાં હતો.
ટોટીએ કિડની વેચવામાં રસ ધરાવતા લોકો માટે તેની નકલી હોસ્પિટલની વેબસાઇટ્સ બનાવીને જાહેરાતો જારી કરી હતી. તેને સાયબર ક્રાઈમ દ્વારા 17 જુલાઇએ ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક અદાલતે 14 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024