ટોક્યો ઓલિમ્પિકનું રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન

09-Aug-2021

તસવીર : ટોક્યો ઓલિમ્પિકના સમાપન.

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સનું રંગારંગ સમાપન રવિવારે યોજાયું. ક્લોઝિંગ સેરેમનીમાં ૧૦ભારતીય એથલીટ્સ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમારોહમાં ખેલાડીઓએ પારંપરિક પોષાક પહેર્યા હતા અને સમાપન સમારોહમાં ટ્રેક સૂટ પહેર્યા હતા. શનિવારે બ્રોન્ઝ મેડલ જીતનારા પહેલવાન બજરંગ પૂનિયાએ સમાપન સમારોહમાં ભારતીય દળની આગેવાની કરી હતી અને હાથમાં તિરંગો લઈને સૌથી આગળ ચાલ્યા હતા.

ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રોટોકોલ મુજબ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરા એશિયાઈ ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત ભવિષ્યમાં યોજાનારી વિવિધ ગેમ્સ કમ્પિટિશનમાં દેશના ધ્વજવાહક બનશે. મહત્વનું છે કે, પુરૂષ હોકી ટીમના કપ્તાન મનપ્રીત સિંહ અને બોક્સર મેરી કોમ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક બન્યા હતા. સમાપન સમારોહ એક વિડીયો સાથે શરૂ થયો હતો.  ૧૭ દિવસની સ્પર્ધાનો ટૂંક સાર હતો. અંતિમ અધ્યાયની શરૂઆત સ્ટેડિયમમાં આતશબાજી સાથે થઈ હતી. જેમાં આયોજકોએ તમામ લોકોનો આભાર માન્યો હતો કે જેઓએ ઓલિમ્પિક ગેમ્સને સમાપન સમારોહ સુધી પહોંચાડવામાં મદદ કરી. એ પછી જાપાનના ક્રાઉન પ્રિન્સ અકિશિનો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થૉમસ બાક સત્તાવાર સ્ટેન્ડમાં હાજર રહ્યા હતા. શરૂઆતના વિડીયોમાં ફોકસ રેકોર્ડ અને સ્કોર ૫૨ નહીં, પરંતુ એ તમામ ખેલાડીઓના સાહિસિક પ્રયાસો પર કરવામાં આવ્યું હતું. જેઓએ રોજ કોવિડ-૧૯ની તપાસ કરાવતા સખત બાયો બબલમાં ભાગ લીધો. સમારોહનો મુખ્ય સંદેશ હતો કે, ૨મત ગમત એક ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે. ભારતે શનિવારે બે મેડલ જીતીને ટોચો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચી દીધો હતો.

Author : Gujaratenews