જેતપુરમાં ટીપરવાને બાઇકસવારને અડફેટેે લેતા ઇજા, સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા
17-Jul-2021
પ્રતિકાત્મક તસવીર
જેતપુર નવાગઢ નગર પાલીકા દ્વારા આપવામા આવેલ ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શનના કોંટ્રાક્ટરના ટીપરવાનના ડ્રાઇવરોની બેફામ અને બેદરકારી સાથે વાહન ચલાવવા અંગેની ફરિયાદો ઉઠી છે સાથે જ તેના દ્વારા થતા અકસ્માતોના કિસ્સા હવે શહેરીજનો માટે કોઇ નવાઇની વાત રહી નથી. દેસાઇવાડી વિસ્તારમા રહેતા વિશ્રુતભાઇ સુવાગિયા નામના બાઇક સવારને સુદામા નગરમા વંદના એપાર્ટમેંટ પાસે આવેલા ચાર રસ્તા પર બેફામ ટીપરવાન ચાલવતા ડ્રાઇવરે હડફેટે લેતા તેમને ઇજા થતા તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પિટલ લઇ જતા વધુ સારવારની જરુર હોય તેઓને જુનાગઢ સિવીલ હોસ્પિટલમા રિફર કરવામા આવ્યા હતા જ્યા તેના પગમા ટાંકા લેવા પડ્યા હતા. આ અંગે તેઓએ શહેર પો.સ્ટે.માં નિયમાનુસર ફરિયાદ માટે જાણ પણ કરી છે. થોડા સમય પહેલા જ ખોડિયાર નગરમા એક ચાર વર્ષના માસુમ બાળકને આ ટીપરવાને કચડી નાખતા તેનુ મ્રુત્યુ થયુ હતુ. શહેરના વડલી ચોકમા પણ આ સફાઇના કોંટ્રાક્ટરના વાહને એક બાઇક ચાલક અને શાકભાજીની રેકડીને હડફેટે લેતા બાઇક અને રેકડીનો ભુક્કો બોલી ગયો હતો. નગરપલિકાના સેનીટેશન વિભાગના કોંટ્રાક્ટરના વાહનો ચાલકોની બેફીકરાઇથી છાશવારે શહેરમા અકસ્માતો સર્જાય છે. આ બાબતે પાલીકાએ કોટ્રાક્ટરને લેખિત નોટીસ આપી તેનો કોંટ્રાક્ટ રદ કરવો જોઇયે તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે.
ન્યૂઝ રિપોર્ટ: વિક્રમસિંહ ચુડાસમા (જેતપુર)
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024