ઉમરા-વેલંજાની કાયાપલટ થશે : 32 કરોડના ખર્ચે ગોથાણથી રંગોલી ચોકડી હાઈવેને જોડતા 5.50 કિમીના રોડનુ કામ ટૂંક સમયમાં શરૂ થશે

05-Mar-2025

સુરતઃ સરથાણા ઝોન વિસ્તારમાં આવેલા ગોથાણ રેલવે બ્રિજથી રંગોલી ચોકડી થઈ શહેરના હદ વિસ્તાર સુધીના 5.50 કિમીના રસ્તાને કાર્પેટ, રિ-કાર્પેટ કરી કાયાપલટ કરાશે, જેની પાછળ અંદાજે રૂપિયા 31.93 કરોડનો ખર્ચો કરવામાં આવશે.

અડાજણ, કતારગામ, સરથાણાના લોકોને મોટો લાભ

પાલ-અડાજણ, જહાંગીરપુરા, કતારગામ, સરથાણા, રાંદેર, વિસ્તારના લોકોને મોટો લાભ થશે. સરથાણા, કતારગામ અને રાંદેર એમ 3 ઝોનને સાંકળતા રસ્તાનું નિર્માણ કરાશે. ખાસ કરીને કઠોર, વેલંજા, અબ્રામા, ઉમરા સહિતના નવા સમાવાયેલા વિસ્તારોના લોકોને મોટો લાભ થશે. ઘણા સમયથી આ રસ્તો બનાવવા માટે માંગ થતી હતી પરંતુ આ પટ્ટો આર એન્ડ બી ખાતામાં આવતો હોવાથી કામગીરી આગળ વધતી ન હતી. પાલિકાને પઝેશન અપાયું ન હોવાથી મોડું થયું હતું. સરથાણા ઝોનના કાર્યપાલક ઇજનેર સતિષ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય ધોરીમાર્ગ ગોથાણ રેલવે બ્રિજથી રંગોલી ચોકડી થઈ પાલિકાની હદ સુધી 60 મીટર પહોળાઈના ડી.પી. રોડ પૈકી હાલ 30 મીટર પહોળાઈમાં રસ્તાનું કારપેટ, રિ-કાર્પેટ કરાશે.

પાલિકાને પઝેશન મોડેથી મળતાં કામગીરી લંબાઈ

આર એન્ડ બી અને પાલિકા વચ્ચે લાંબા સમયથી લેટરવોર, સરથાણા વિસ્તારમાં આવતા ઘણા ગામો માટે આ રોડ ઘણો જ ઉપયોગી સાબિત થાય તેમ છે પરંતુ ઘણા વખતથી ગ્રામજનોની રોડ બનાવવાની માંગ હતી પરંતુ રાજ્ય ધોરીમાર્ગ ગોથાણ આરઓબીથી રંગોલી ચોકડી રસ્તા નો કબજો આર એન્ડ બી વિભાગ પાસે હતો, આર એન્ડ બી વિભાગ પાસેથી પઝેશન મળતું ન હોય પાલિકાના સરથાણા ઝોન દ્વારા આ ડીપી રોડ બનાવવા અંગેની કામગીરી આગળ ધપી શકી ન હતી.

વધુ સુવિધાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર! 

(૧) સુરત-કામરેજ રોડ: શ્યામધામ મંદિર સરથાણા જંક્શન પર નવું ફલાયઓવર બ્રિજ તેમજ (૨) નેશનલ હાઇવે થી હજીરા રોડ: વેલંજા રંગોલી ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ મંજૂર થવા પર માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્યશ્રી પાનસેરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું.

Author : Gujaratenews