બનાસકાંઠાઃ થરાદની નર્મદાકેનાલમાં આપઘાતનો સિલસિલો યથાવત છે. 29 વર્ષીય યુવતીએ ચાર બાળકો સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. પાંચ લોકોમાંથી બે બાળકોને જીવિત બહાર કાઢ્યા છે, જ્યારે યુવતી સાથે બે બાળકોના મોત નીપજ્યા છે.પરિણીતાએ રડતાં રડતાં જણાવ્યું હતું કે, ગઈ કાલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ અંગે તેની નણંદને વાત કરતાં તેમણે પતિને ઘરે લઈને આવવા કહ્યું હતું. એટલે મેં કહ્યું હું આવું. બસ એટલું કહેતા તેઓ ડાયરેક્ટ અંદર પડ્યા. મેં પકડ્યા પણ મારાથી પકડ્યા ન રહ્યા. આમ, પતિએ પત્નીનો હાથ છોડાવીને કેનાલમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.
થરાદની મુખ્ય કેનાલમાં ગત શનિવારના ચાર દીકરીઓ સાથે માતાએ અગમ્ય કારણોસર ઝંપલાવતાં પસાર થતા રાહદારીઓ સહિત પાલિકાના તરવૈયા ઘટનાસ્થળે દોડી આવતાં બે દીકરીઓનો આબાદ બચાવ થયો હતો અને માતા તેમજ બે પુત્રી મોતને ભેટતા તેમના મૃતદેહો બહાર કઢાયા હતા. બનાવના પગલે મૃતક મહિલાના સાસરિયા તેમજ પિયરજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. જોકે પરણીતાએ ચાર સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું.
મળતી માહિતી અનુસાર થરાદ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગત શનિવારના રોજ ૧૧ વાગ્યાની આસપાસનો સમયે ચાર દીકરીઓ સાથે માતાએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવતાં નજીકથી પસાર થતા રાહદારીઓ તેમજ જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવી બચાવવા ભારે પ્રયાસ કર્યો હતો. જેમાં બે દીકરીઓનો આબાદ બચાવ થયો હતો. પાલિકાના તરવૈયા સુલતાનમીર ઘટનાસ્થળ દોડી આવી કેનાલમાં શોધખોળ હાથ ધરતાં બે દીકરીઓ સાથે માતાનો મૃતદેહ મળી આવતાં બહાર કાઢ્યાં હતાં. બનાવની જાણ પરણિતાના પિયરજનો તેમજ સાસરિયાઓને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના સંદર્ભે મામલો ઉગ્ર બનતા પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે આ બાબતે આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. ચાર સંતાનો સાથે માતાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની જાણ સમગ્ર પંથકમાં થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના સંદર્ભે થરાદ પીઆઈ જે.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતદેહને પીએમ અર્થે થરાદ સિવિલમાં ખસેડાયા છે જોકે તેમના પિયરજનોની રાહ જોવાઈ રહી છે. એ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે.
અસારા ગામના મહિલાના પિયરજનોએ પોતાની દીકરી એ આપઘાત કરતાં થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ સાસરી અને પિયર પક્ષ સાથે થતાં આખરે અંતમાં મામલો શાંત પડ્યો હતો અને લખાય ત્યાં સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025