સુરતથી ટેક્સટાઇલ ગુડ્સની રવાનગી ૮૫ ટકા ઘટી

29-May-2021

સુરત: કાપડમાર્કેટ શરૂ થઇ અને ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટર્સે પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે પરંતુ દેશના જુદા જુદા રાજયોમાં આંશિક લોકડાઉન હોવાથી સુરતથી માલનું ડિસ્પેચિંગમાં વધારો થયો નથી. એક સપ્તાહમાં પાર્સલનું ડિસ્પેચિંગ માંડ ૧૦-૧૫ ટકાએ પહોચ્યું છે.

જુદા જુદા રાજયો માટે પાર્સલની સેવા આપતા શહેરના ટ્રાન્સપોર્ટર્સ જે તે રાજયોમાં જે સ્થિતિ છે તે પ્રમાણે કામકાજ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને દક્ષિણના બે ત્રણ રાજયોમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. તેને ધ્યાનમાં લઇને મર્યાદિત કામકાજ કરી રહ્યા છે. નાના ટ્રાન્સપોર્ટર્સે તો પોતાની ઓફિસ પણ શરૂ કરી નથી. વેપારીઓ પાર્સલ મોકલવાના નથી એ કારણે ઓફિસો હજુ બંધ જેવી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અનેક તક્લીફો નડી રહી છે. કારીગરો ચાલ્યા ગયા છે. સ્ટાફ ઓછો છે અને ડ્રાઇવરોની તકલીફ છે. વળતામાં બહારગામથી માલ રિર્ટન મળતો નહીં ઓહવાની તકલીફ છે એટલે પહેલી જુ ન પછી વ્યવસ્થિત કામકાજમાં ગતિઆવશે એમ સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએસશનના પ્રમુખ યુવરાજ દેશલે જણાવ્યું હતું.

 

સુરતથી ટેક્સટાઇલ ગુસ રવાના થવાનું પ્રમાણ અત્યારે ખુબ ઓછું છે. કાપડ માર્કેટ શરૂ થયાને આજે એક સપ્તાહ થયું છે. પાર્સલનું ડિસ્પેચિંગ માંડ ૧૦-૧૫ ટકા ઉપર પહોંચ્યું છે. લગ્નસરાની સિઝન હોવાથી આ અગાઉ ઘણો બધો માલ ગયો હતો. અત્યારે સીઝન તેના આખરી તબક્કામાં છે. લગ્નસરા પતવા આવ્યા છે. બહારગામની કાપડમાર્કેટો હજુ બંધ છે.

Author : Gujaratenews