ટેલિગ્રામનું નવું ફીચર:હવે એક સાથે 30 યુઝર્સ ગ્રુપ કોલ કરી શકશે, ગ્રુપ ઓડિયો કોલમાંથી વીડિયો કોલિંગ સ્વિચ કરી શકાશે
29-Jun-2021
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામે 1 વર્ષ અગાઉ ગ્રુપ વીડિયો કોલિંગ ફીચરની જાહેરાત કરી હતી. ફાઈનલી ટેલિગ્રામે તેને રિલીઝ કર્યું છે. આ ફીચર મોબાઈલ, ડેસ્કટોપ અને ટેબ્લેટ પર કામ કરશે. વ્હોટ્સએપની જેમ ટેલિગ્રામમાં પણ ગ્રુપ ઓડિયો કોલને વીડિયો કોન્ફરન્સમાં પરિવર્તિત કરી શકાશે. ગ્રુપ વીડિયો કોલ્સના ઈન્ટરફેસમાં પણ કંપનીએ નવી અપડેટ આપી છે. તેમાં એનિમેટેડ બેકગ્રાઉન્ડ્સ અને મેસેજ સેન્ડ કરતાં સમયે એનિમેટેડ ઈમોજી મોકલી શકાય છે. અપડેટેડ ટેલિગ્રામમાં ખાસ પ્રકારના બૉટ્સ માટે એક મેન્યુ બટન છે.
કેમેરા આઈકોન ટેપ કરી વીડિયો કોલ કરી શકાશે
ટેલિગ્રામમાં સૌથી મોટી અપડેટ ગ્રુપ ઓડિયો કોલને વીડિયો કોલમાં ટ્રાન્સફર કરવાની છે. આમ કરવા માટે યુઝર્સે કેમેરા આઈકોન પર ટેપ કરવાનું રહેશે. આમ કરવાથી વીડિયો ઓન થઈ જશે. ત્યાર બાદ ગ્રુપના મેમ્બર્સને પિન કરી શકાશે. પિન કરવામાં આવેલા મેમ્બર્સનો વીડિયો સામે દેખાશે. ટેલિગ્રામમાં સ્ક્રીન શેર કરવાનો પણ ઓપ્શન મળે છે. વ્હોટ્સએપમાં આ સુવિધા નથી.ટેબ્લેટ અને ડેસ્કટોપ યુઝર્સને વીડિયો કોલ દરમિયાન અલગ સુવિધા મળે છે. તેમને સ્ક્રિન સ્પ્લિટ કરી વીડિયો ગ્રિડ અને યુઝર્સની લિસ્ટ જોવા મળશે. સાથે જ તેની સ્ક્રીન પોટ્રેટ અને લેન્ડસ્કેપ કરી શકાશે. ડેસ્કટોપ યુઝર્સ પોતાની પંસદ પ્રમાણે સ્ક્રીન શેર કરી શકશે. તેનો અર્થ એ છે કે ગ્રુપ વીડિયો કોલ દરમિયાન યુઝર્સ આખી સ્ક્રીનને બદલે સિલેક્ટ કરેલો પ્રોગ્રામ જોઈ શકશે.
30 લોકો એક સાથે કનેક્ટ થઈ શકશે
ડેસ્કટોપ યુઝર્સ માટે વોઈસ ચેટ માટે અલગથી વિન્ડો મળશે, જેથી ટાસ્કને છોડ્યા વગર ચેટ કરી શકાય. ટેલિગ્રામના વીડિયો કોલમાં 30 લોકો એક સાથે સામેલ થઈ શકશે. ગયા વર્ષે એપ્રિલમાં કંપનીએ વીડિયો કોલિંગ ફીચરનો પ્લાન બનાવ્યો હતો. CEO પેવેલ ડુરોવે તેને મે મહિનામાં લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ તે હવે લોન્ચ થયું છે.
વોઈસ ચેટ દરમિયાન ઓડિયોની ક્લોલિટી સુધારવા માટે તેમાં નોઈઝ કેન્સલેશન ફીચર પણ મળે છે. યુઝર્સ નોઈઝ કેન્સલેશન ફીચર પણ બંધ કરી શકે છે. તેનાથી આસપાસનો અવાજ સાંભળી શકાશે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025