એમ્બ્રોઇડરી જોબવર્કમાં કામ કરતા મૃતક સભ્યોનાં પરિવારોને આર્થિક મદદરૂપ થતું તેજસ સંગઠન

08-Jun-2021

એમ્બ્રોઇડરી જોબવર્કમાં કામ કરતા મૃતક સભ્યોનાં પરિવારોને આર્થિક મદદરૂપ થતું તેજસ સંગઠન

સુરત શહેરમાં જ્યારે પણ કોઈપણ પ્રકારની આપત્તિઓ આવે છે ત્યારે એક નવી જ ક્રાંતિની શરૂઆત થાય છે, કોરોના સમયમાં જ્યારે અનેક ધંધાઓ પડી ભાંગ્યા છે ત્યારે સુરત શહેરનો મુખ્ય વ્યવસાય ગણાતો કાપડ ઉદ્યોગ અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ વ્યવસાયને લગતા અનેક પ્રકારનાં પ્રશ્નો જ્યારે ઉદ્દભવ્યા છે ત્યારે તેજસ (TEJAS- ટેક્સટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિએશન સુરત) નામનાં સંગઠન દ્વારા જોબવર્ક કરતા મશીન માલિકોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે એક પરિવારનાં સંગઠનની જેમ કાર્યરત છે ત્યારે આ સંગઠનમાં 1700 થી વધારે મશીન માલિકો જોડાયા છે, આ સંગઠન દ્વારા જોબવર્કનાં કામ થી ફસાયેલા 4 કરોડ જેવી રકમ ખુબ જ ઓછા સમયમાં સંગઠન શક્તિથી જોબવર્ક વેપારીઓને પરત કરાઈ છે, ટૂંક જ સમયની અંદર આ કાર્ય કરી આવનારા સમયમાં સરકાર અને કાપડ મંત્રાલયને વિવિધ પ્રકારનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે રજુઆત કરાય છે, ભવિષ્યમાં જોબવર્ક કરતા માલિકોને ઉજ્જવળ ભવિષ્ય અને વ્યવસાયનાં 90% માલિકો જ્યારે મધ્યમવર્ગીય છે ત્યારે હજારો લાખો લોકોને રોજગારી પુરી પાડી રહ્યા છે ત્યારે કોરોનાથી સમગ્ર વ્યવસાયને ખુબ જ માઠી અસર પડી છે કારીગરો, મહિલાઓ અને મશીન માલિકો જ્યારે બેરોજગાર બન્યા છે ત્યારે આ સંગઠન સતત તેમની સાથે ઉભા રહી બનતી તમામ સેવાઓ કરી રહ્યા છે, કોરોના મહામારીમાં દવાખાનાનાં બીલો હોય કે કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાય ત્યારે સામે ચાલી મદદરૂપ બન્યા છે, તાજેતરમાં જ સ્વ. મહેશભાઈ જીવરાજભાઈ ગોધાણી અને સ્વ. મિતુલકુમાર વિનુભાઈ સાંકડાસરિયા આ બન્ને સભ્યો કોરોના સમયમાં લાખો રૂપિયા દવાખાનામાં ખર્ચ કર્યા પછી પણ બચી શક્યા નથી, આ બંને પરિવારને આ સંગઠન દ્વારા રૂપિયા એક-એક લાખનો ચેક બનાવી તાત્કાલિક ધોરણે પરિવારની ભાવના થી પહોંચાડવામાં આવ્યા છે, જ્યારે આ મહામારીમાં લોકોએ ઘરનાં મકાન ઘરેણાંઓ કે પછી જમીન અને અંતે ધંધાના મશીનો પણ વેચવા કાઢ્યા હોય ત્યારે આ પરિવાર સાથે ઉભા રહી પરિવારનો સ્થંભ બનવાનું કાર્ય આ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આ ચેક અર્પણ કરવામાં આવ્યા ત્યારે પરિવારની પરિસ્થિતિની જાણ થતાં સંસ્થાનાં હોદ્દેદારો પણ ભીની આંખે નર્વસ થયા હતા, આવાતો અનેક પરિવારો હશે જેમને આવા સંગઠનોની જરૂરિયાત હશે.

Author : Gujaratenews