તરણેતરીયો મેળો રદ:ત્રીજી લહેરની બીકને કારણે પાંચાળની આગવી ઓળખ ધરાવતો મેળો આ વર્ષે પણ નહીં ભરાય તેવો નિર્ણય
31-Jul-2021
પાંચાળની ભીમીની આગવી ઓળખ એટલે તરણેતરીયો મેળો.ભાતીગળ સંસ્કુતી અને અવનવા પોશાકને લઇને દેશ વિદેશમાં જાણીતો થયેલો આ મેળો કોરોનાને લઇને આ વર્ષે પણ નહી ભરાવાનો નિર્ણય તંત્ર દ્રારા લેવામાં આવ્યો છે. મેળામાં મોજ કરીને પવિત્ર કુંડમાં સ્નાન કરવા ઉતાવળા થઇ રહેલા લાખો ભાવીકોની ઇચ્ચા આ વર્ષે પણ અધુરી રહેશે.
પાંચાળની પવિત્ર ભૂમી મહાભારતની ગાથાઓ સંઘરીને બેઠુ છે. હરીયાળા ડુંગરાળ પ્રદેશમાં વસતા કાઠીદરબારો,માલધારી,કોળી સહિતની જ્ઞાતીની રહેણી કહેણી અને પરંપરા તે આ મલકની આગવી ઓળખ છે.પાંચાળની ભોમકામાં તરણેતર ગામે બીરાજતા ત્રીનેત્રેશ્વર મહાદેવના કુંડમાં ઋષીપાંચમના દિવસે ગંગાજી પ્રગટ થતા હોવાની લોક વાયકા ને લઇને તરણેતરના મેળામાં લાખો ભાવીકો સ્નાન કરવા માટે ગુજરાત ભરમાંથી આવે છે. આટલુ જ નહી પરંતુ માલધારીઓના રંગબે રંગી કપડા, રાસ સહિતની અનેક બાબતોને લઇને તરણેતરના મેળાની ખ્યાતી દૂરના દેશો સુધી પહોચી હતી.
દર વર્ષ લાખોની સંખ્યામાં મેળો માણવા અને કુંડમાં સ્નાન કરવા માટે લોકો આવે છે. પરંતુ કોરોનાને કારણે ગયા વર્ષે પણ તરણેતરનો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો આ વર્ષે હજુ પણ કોરોના ગયો નથી અને માથે ત્રીજી લહેરનું જોખમ ઉભુ છે. જો મેળામાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એક બીજાના સંપર્કમાં આવે તો કોરોના ફેલાવાની શકયતાઓ વધી જાય છે. આથી આ વર્ષે પણ મેળો બંધ રાખવાનો તંત્ર દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે.
5 ઋષિઓએ લોકોને વૈદિક તરફ વાળવા પ્રયાસ કર્યો હતો
આ ભૂમીમાં સદીઓ પહેલા ઉતર ભારત બાજુથી પાંચ ઋષીઓ આવ્યા હતા. ત્યારે અહીયા વસતા લોકોને વૈદીક તરફ વાળીને શિક્ષીત અને વ્યવહારૂ બનાવવા માટેના તરણેતરના કુંડમાં ગંગાજી પ્રગટાવ્યા હતા.ત્યા પહેલા સ્થાનીક લોકો આવવા લાગ્યા અને સ્નાની સાથે અસ્થી વિસર્જન સહિતની વિધીથો થવા લાગી.લોકો તે સમયે લોકો હરીદ્રાર જઇ શકતા ન હતા આથી અહીયા આવનારની સંખ્યા ધીરે ધીરે વધવા લાગી લોકો આવતા ગયા તો સંતોએ તેમના ભોજન માટેની રાવટીઓ શરૂ કરી ધીરે ધીરે હાટડીઓ પણ શરૂ થઇ અને ફજેતફાળકા આવવા લાગતા ભજન અને ભોજનની મેદનીએ મેળાનુ સ્વરૂપ લઇ લીધુ હતુ. > રામકુભાઇ ખાચર- ઇતિહાસ વિદ
ગાઇડ લાઇન મુજબ 400થી વધુ માણસો મંદિરમાં ભેગા નહીં થઇ શકે
વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સરકારની સુચના મુજબ તરણેતરનો મેળો આ વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ મંદિર ખુલ્લુ રહેશે અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે. મંદિરમાં 400થી વધુ માણસો ભેગા મળીને દર્શન નહી કરી શકે.> એ.કે.ઔરંગાબાદકર, કલેકટર
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024