તાલિબાનોનો અસલી ચહેરો આવ્યો સામે, કાબુલ એરપોર્ટ જઈ રહેલા લોકોને AK 47થી માર્યા, હવામાં કર્યુ ફાયરિંગ

20-Aug-2021

અફઘાનિસ્તાનમાં(Afghanistan) તાલિબાન (Taliban) લડવૈયાઓના સંપૂર્ણ કબજા બાદ અરાજકતા વધી છે. લોકો કાબુલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન વધુ એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવાઈ રહ્યુ છે કે લોકોને કાબુલ એરપોર્ટમાં (Kabul Airport ) પ્રવેશતા અટકાવવા માટે તાલિબાન હવામાં ગોળીબાર કરી રહ્યા છે અને એકે 47 ( AK 47) થી માર મારી રહ્યાં છે.

સમાચાર સંસ્થાના અહેવાવ મુજબ, લોકો પાસે અફઘાનિસ્તાનના (Afghanistan) જરૂરી દસ્તાવેજો હોવા છતાં, તાલિબાન તેમને કાબુલ એરપોર્ટ પર પ્રવેશતા અટકાવી રહ્યા છે. આ માટે, તેઓ તેમને એકે 47 થી મારે છે અને હવામાં ગોળીબાર કરીને તેમને ડરાવીને એરપોર્ટથી ભગાડી રહ્યાં છે.

પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે

 

વિદેશી રેડિયો પરથી પ્રસારીત થયેલા સમાચારમાં એક વ્યક્તિને ટાંકીને કહ્યું કે, “હાલત ખૂબ જ ખરાબ છે. તાલિબાનો હવામાં ગોળીબાર કરી રહ્યા હતા, લોકોને ધક્કા મારી રહ્યા હતા, તેમને AK47s થી મારી રહ્યા હતા. જર્મની પહોંચેલા અફઘાનના પરિવારને કહ્યું કે, “દરેક વ્યક્તિ અફઘાનિસ્તાનમાંથી બહાર આવવા માંગે છે. પરિસ્થિતિ પહેલા દિવસ કરતા વધુ ખરાબ થઈ રહી છે. અને રોજબરોજ વધુ વણસતી રહી છે. અમે તો બચી ગયા પણ અમે અમારા પરિવારને બચાવી શક્યા નહીં. તેમ પણ આ વ્યક્તિએ રેડીયો આધારિત પ્રસારીત થયેલા સમાચારમાં જણાવ્યુ હતું. તાલિબાન હવે અફઘાનિસ્તાનની પ્રજા ઉપર તેમનો દબદબો ઉભો કરવા માટે દમન ગુજારી રહ્યાં છે.

 

અમેરિકાએ 7 હજાર લોકોને એરલિફ્ટ કર્યા

અફઘાનિસ્તાનની પરિસ્થિતિને જોતા, વિશ્વના ઘણા દેશો તેમના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે કહ્યું કે તેઓએ અત્યાર સુધીમાં લગભગ 7,000 લોકોને અફઘાનિસ્તાનમાંથી એરલિફ્ટ કર્યા છે.

 

અફઘાન ધ્વજ લહેરાવતા લોકો પર ગોળીઓનો વરસાદ થયો

 

આ પહેલા ગુરુવારે, અફઘાનિસ્તાનમાં તાલિબાન લડવૈયાઓએ ગુરૂવારે અફઘાન ધ્વજ લહેરાવીને આઝાદીની ઉજવણી કરતા લોકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન દેશના અસાદાબાદ (Asadabad )શહેરમાં બની હતી. અસદાબાદ શહેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક રેલી કાઢવામાં આવી હતી. એક પ્રત્યક્ષદર્શીએ વિદેશી સમાચાર એજન્સીને આ અંગે જાણ કરી છે. કુન્નાર પ્રાંતની રાજધાનીમાં, પ્રત્યક્ષદર્શી મોહમ્મદ સલિમે જણાવ્યું હતું કે લડવૈયાઓના ફાયરિંગને કારણે કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા જેના કારણે અહીં ભાગદોડ પણ મચી હતી.

Author : Gujaratenews