આજે ખંડગ્રાસ-કંકણાકૃતિ સુર્યગ્રહણ ભારતમાં દેખાદેશે નહીં

10-Jun-2021

Surat: ૧૦ મી જુન ગુરૂવારે વિશ્વના દેશો-પ્રદેશોમાં ખંડગ્રાસ કંકણાકૃતિ સૂર્યગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. પાંચ કલાકનો નજારો નિહાળવામાં લોકો, વૈજ્ઞાનિકો, ખગોળપ્રેમીઓમાં જબરી ઉત્કંઠા છે. ભારતમાં કયાંય આ ગ્રહણ જોવા મળશે નહિ. જયારે ઉ. કેનેડા, ગ્રીનલેન્ડ, રશિયામાં કંકણાકૃતિ, અમેરિકા, યુરોપ આસપાસ વિસ્તારોમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણનો નજારો જોવા મળશે. રાજયમાં વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે. ટી.વી. માં સૂર્યગ્રહણની એકએક પળની ગતિવિધી જોવા - મળશે.જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા 4/8 છે કે ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૩ કલાક ૪૨ મિનિટ ૨૨ સેકન્ડ અને ગ્રહણ મોક્ષ સાંજના ૧૮ કલાક ૪૧ મિનિટ ૨૨ સેકન્ડ છે. ભારતનું ૨૦૨૧ વર્ષનું આખરી ગ્રહણ છે. હવે પછીના બે ગ્રહણો દેશવાસીઓને જોવા મળશે નહિ. ગ્રીનલેન્ડ, રશિયામાં વૈજ્ઞાનિકોએ સ્થળની પસંદગી કરી સંશોધનો કરશે. સૂર્યનો વ્યાસ પૃથ્વીથી ૧૦૯ ગણો વધુ ૧૩,૯૨,૦૦૦ કિલોમીટર, ક્ષેત્રફળ પૃથ્વીથી લગભગ ૧૩,૦૦,૦૦૦ ગણુ વધુ, સૂર્યની ચારેય બાજુ પૃથ્વી સહિત ગ્રહો પરિભ્રમણ કરે છે, ઊર્જાના કિરણો સાત રંગ મળીને બનેલા છે. ગ્રહણ સમયે વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો ક૨શે. વિજ્ઞાનથી માનવી સમૃદ્ધ, સુખમય જીવન સાથે દૈનિક ક્રિયાઓમાં લાભ મેળવે છે. જે દેશોએ વૈજ્ઞાનિક અભિગમ-દ્રષ્ટિકોણ સાથે તર્કને પ્રાધાન્ય આપ્યું તેઓએ હરણફાળ પ્રગતિ કરી છે, જીવનનો આનંદ મેળવે છે.જે જે દેશોએ વિજ્ઞનાને કોરાણે મુકી, વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો નથી તેઓની પ્રગતિ સામાન્ય જોવા મળે છે. ભારતમાં સદીઓથી ગ્રહણ સંબંધી અંધમાન્યતા, અંધશ્રદ્ધા, કુરિવાજો, ગેરમાન્યતા, વૈધાદિ નિયમો સામે ભારત જન વિજ્ઞાન જાથાની રાષ્ટ્રીય કચેરી ગામેગામ જાગૃતિ સાથે વૈજ્ઞાનિક સમજ દ્રશ્ય-શ્રાવ્ય સાથે સમજાવી લોકોને રસપ્રદ માહિતી આપે છે.રાજયના રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુ૨ વિગેરે જિલ્લા મથકોએ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.

રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ જિલ્લા-તાલુકા મથકે આપવાનું નક્કી થયું છે. મર્યાદિત સંખ્યામાં આયોજનો ગોઠવવામાં આવ્યા છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Author : Gujaratenews