નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 95 હજાર ક્યૂસેક પાણી છોડાયું:સીઝનમાં બીજીવાર પાણી છોડાયું

28-Aug-2025

1 ઓગસ્ટે સાંજે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના વધુ 5 દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા ખોલી 3 લાખ 27 હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું. જેથી નર્મદા કાંઠાના 27 ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ડેમ છલોછલ થવાથી 2.56 મીટર દૂર; 3 જિલ્લાના 27 ગામમાં એલર્ટ

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ગતરોજ બુધવારે સાંજે 5 કલાકે 1 લાખ 52 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી રાત્રિના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું. એનાથી નર્મદા બંધની જળસપાટીમાં વધારો થયો છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 210776 લાખ ક્યૂસેક જેટલી થઇ રહી છે. નદીમાં પાણીની જાવક 95000 ક્યૂસેક થઇ રહી છે. કેનાલમાં પાણીની જાવક 5242.00 ક્યૂસેક છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.2 સે.મી.નો વધારો નોંધાયો.

સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાવાની તૈયારીમાં છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહિત જથ્થો 8512 MCM (મિલિયન ક્યૂબિક મીટર) છે, એટલે ડેમ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરને જોતાં હાલમાં સપાટી 136.12 મીટર છે, એટલે છલોછલ થવામાં માત્ર 2.56 મીટર દૂર છે. એને પગલે નર્મદા ડેમના 5 દરવાજા ખોલાયા છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી 1.52 લાખ ક્યૂસેક છોડાયું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 2.10 લાખની આવક છે.

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયરે ત્રણેય જિલ્લા કલેક્ટરોને સાવધાન કરવામાં આવ્યા છે. ત્રણ જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે.

Author : Gujaratenews