જમ્મુ | સમગ્ર દેશમાં ચોમાસું મન મૂકીને વરસી રહ્યું છે ત્યારે ઉત્તર ભારત અને ખાસ કરીને પહાડી રાજ્યોમાં મોન્સૂને કાળો કેર મચાવ્યો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યો ઉપરાંત ઉત્તરના રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ઉત્તર ભારત માટે હવામાનની હજુ પાંચ દિવસ વરસાદની આગાહી, જમ્મુમાં 100 ટ્રેનને અસર, હિમાચલમાં 500થી વધુ રસ્તાઓ બંધ
વૈષ્ણોદેવીમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને ૩૬ પર પહોંચી ગઈ છે. અધિકારીઓના અનુસાર માતા વૈષ્ણો દેવી તીર્થસ્થળ માર્ગ પર અર્ધકુંવારી પાસે બચાવ અભિયાન હજુ પણ ચાલી રહ્યું છે. અહીં
મગળવારે ભૂસ્ખલનની ઘટના થઈ હતી. અહેવાલ અનુસાર અર્ધકુંવારી સ્થિત ઈન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે કાટમાળ નીચે દટાયેલા લોકોને કાઢવા માટે બચાવ ટીમ સતત કામ કરી રહી હતી. અહીં સંખ્યાબંધ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ભૂસ્ખલનની આ ઘટના કટરા શહેરથી પહાડી પર આવેલા મંદિર સુધીની ૧૨ કિલોમીટરના વળાંકવાળા રસ્તાની લગભગ વચ્ચેવચ થયું હતું. દરમિયાન રાહત અને બચાવ સામગ્રી સાથેનું ભારતીય વાયુસેનાનું એક સી-૧૩૦ વિમાન બુધવારે જમ્મુ પહોંચ્યું હતું.
28-Aug-2025