ત્રીજી લહેર? : સુરતની એક શાળામાં કોરોના પોઝિટિવ આવતા આખી સ્કૂલ બંધ કરાવાઇ, શું બાળકોમાં કોરોના ફેલાશે સરકાર?

06-Aug-2021

પ્રતિકાત્મક તસવીર.

Surat : કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી તમામ શાળા-કોલેજોને બંધ રખાઈ હતી. કોરોનાની બીજી લહેર સમાપ્ત થતા અને સુરતમાં કોરોનાના કેસ ઘટી જતા સ્કૂલ સંચાલકોએ સરકારની મંજૂરી સાથે નવથી 12ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ધોરણ-9 થી 12ના વર્ગો તબક્કાવાર 50 ટકાની ક્ષમતા સાથે શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે જ્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત લિંબાયત વિસ્તારની સુમન શાળા નંબર-5ના એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેની સાથે જ આ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. સરકાર પણ ગાઈડલાઈન છે કે, જો કોઈ સ્કૂલમાં એક પણ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો શાળા બંધ કરાશે. જ્યારે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેજ જ રીતે તંત્ર તરફથી તબક્કાવાર અન્ય ખાનગી અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે. જયારે હાલ ધોરણ-10 નો વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Author : Gujaratenews