ટીનેજરો માટે હવસના ખાટલા : કેફેમાં ટેબલ ખુરશીને બદલે હવે યુવાધન રંગરેલીયા મનાવે છે, મોટા વરાછામાં કેફેમાંથી 10 ટીનેજર પકડાયા

11-May-2021

સુરત : કેફેમાં ટેબલ ખુરશીને બદલે હવસના ખાટલા ગોઠવી હવે 13 વર્ષથી લઈને 25 વર્ષ સુધીની યુવતીઓ રંગરેલીયા મનાવતી થઈ ગઈ છે. યુવતીઓ ઘરે કહ્યા વગર નીકળીને પોતાના બોયફ્રેન્ડ સાથે મોજમસ્તી કરતી જોવા મળે છે. આવા કપલ બોક્સમાં ફુલ સોંગ્સ ચાલતા હોવાથી કપલના અવાજ પણ બહાર આવતા નથી. સુરતના મોટા વરાછામાં આવા જ એક કપલ બોક્સમાં પોલીસે રેડ કરીને 10 જેટલા ટીનેજરની ધરપકડ કરવામાં આવી છે. શહેરભરમાં આવા કપલ બોક્સ ધમધમી રહ્યા છે છતાં પોલીસ પાલિકા ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.


કપલ બોક્સમાં શું હોય

5 ફૂટનો બેડ, અંદરથી લોક કરાઈ તેવી કેબિન
કપલ બોક્સમાં 5 ફૂટનો બેડ હોય છે. જેમાં આરામથી એક કપલ એસીમાં સુઈ શકે તેવી સુવિધા આપવામાં આવે છે. જેને અંદરથી લોક પણ કરવામાં આવે છે.

બપોરે 12થી 5માં કપલ બોક્સ ફૂલ
મોટા ભાગના કપલ બોક્સમાં બપોરે 12થી 5માં મળે છે એકાંત માણવાની સુવિધા. યુવકો અને યુવતીઓ બપોરના ફુરસદના સમયે કેબિનમાં સમાઇને પોતાની સેક્સની ઇચ્છા પુર્ણ કરી લે છે.

કોલ કરીને બુકીંગ મળે છે
આવા કપલ બોક્સમાં કોલને કરીને બુકિંગ મેળવી શકાય છે. ઉપરાંત પોલીસની બિકે તેનો ટાઇમ પણ એવો રાખવામાં આવે છે. આજુબાજુથી કોઇને ખબર ન પડે તે માટે કોઇને અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી.

એક કલાકના 200 રૂપિયા હોય છે.
કપલ બોક્સમાં એક કલાકનો ચાર્જ 200 રૂપિયાથી શરૂ કરવામાં આવે છે. જેમાં ખાવા પીવાનો ચાર્જ ન આપો તો ચાલે પરંતુ બોક્સનો ચાર્જ તો અચુક આપવો પડે છે. શહેરમાં અસંખ્ય કપલ બોક્સે આકાર લઈ લીધા છે.

Author : Gujaratenews