સુરતમાં આવેલ ભંડારીનું મંદિર ખૂબ જ પૌરાણિક કહી શકાય તેવું છે.અને મંદિરનો મહિમા પણ ખૂબ અદભુત

30-Apr-2021

ધનદાતા..ધનકુબેર..મનીગોડ..એવા કુબેર ભંડારી સુરતમાં આવેલ ભંડારીનું મંદિર ખૂબ જ પૌરાણિક કહી શકાય તેવું છે.અને મંદિરનો મહિમા પણ ખૂબ અદભુત છે.મહિનામાં આવતી બે અમવાસ ના દિવસે કુબેર ભંડારીના મંદિરમાં ભક્તોનો મેળાવડો ઉમટી પડે છે.સુરત ખાતે આવેલ વાદીફળિયામાં કુબેર ભંડારીનું મંદિર આવ્યું છે.
મંદિરના મહંત હરીશ રાવલે જણાવ્યું હતું કે તેઓ કુબેર ભંડારીના મંદિરમાં છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી મંદિરમાં સેવા આપે છે.તેમણે જણાવ્યું હતું કે ભક્તો ખુબજ આસ્થા સાથે કુબેર ભંડારીના મંદિરમાં આવે છે.સંતાન પ્રાપ્તિ,વ્યવસાયની મન્નત લઈને આવે છે.પાંચ અમાસ લગાતાર ભરનાર ભક્તના દરેક કામો અવશ્ય પુરા થાય જ છે.ઘણા વર્ષ પહેલાં વાડી ફળિયાનો આ વિસ્તાર તપોધન બ્રાહ્મણ વિસ્તાર કહેવતો હતો જે હાલ વળી ફળિયા તરીકે ઓળખાય છે.મંદિરની સલગીરી દર વર્ષે વસંત પંચમીના રોજ આવે છે ત્યારે પણ મંદિરમાં ખૂબ ભીડ-ભાંડ રહે છે.આટલે કુબેર ભંડારી ધનના કુબેર કઈ રીતે બન્યા તે પણ ખૂબ રસપ્રદ અને જાણવા જેવી વાત છે. 
પ્રજાપિતા બ્રહ્માજીના સુપુત્ર પોલતસ્ય અને તેમના પુત્ર વિશ્ર્યા તેમને બે પત્ની હતા તે પૈકી એક ભારદ્વાજ મુનિની પુત્રી ઇદવિદ અને સુમલી રાક્ષસની પુત્રી કૈકસી ઇદવીદ સુપુત્ર કુબેર (વૈષ્ણવ) જેઓ જ્યેષ્ઠ હોઈ દાદાજી પોલતશ્યએ રાજ ગાદીએ બેસાડયા અને રાજ્યની જવાબદારી સુપ્રત કારી હતી.તે સાવકા ભાઈ રાવણને ગમ્યું નહીં અન્યાય થયો છે તે માની વનમાં જય તપ કર્યું શિવજી એ પ્રસન્ન થઈને વરદાન આપ્યું જેથી કુબેરને રાવણને પરાસ્ત કરી સઘળી સંપત્તિ છીનવી લીધી.ભગતા કુબેરને દેવરશ્રી નારદને કરનાડી તિર્થ જઈ તપ કરવાં કહ્યુ કૂબેરે ત્યારે શુવજીને પ્રસન્ન કર્યાશુવજી એ માંગ માંગ મેગે તે આપું એમ કહ્યું અને ભોળાનાથે સ્વાય સ્વર્ગનું સાધળું ધન આપી ઊત્તમ પદ અને ખજાનચી કુબેરને બનાવ્યા જેથી કુબેર ભંડારી કહેવાયા.રાવણ અત્યંત દુઃખી થઈ પુષ્પક વિમાન હરિ લાઇ કુબેરની પાછળ પડ્યો જેથી કૂબેરે ફરી ભોળાનાથને શરણે આવી પોતાને બચાવવા વિનંતી કરી.ભોળાનાથે કહ્યું તમે બંને મારા ભક્ત છો મટે તું અંબાજીની આરાધના કર કૂબેરે અંબાજીને પ્રસન્ન કર્યા રવણથી આ તીર્થ ધામે રક્ષણ મેળવ્યું આમ આ સ્થળે ભગવાન શિવજી તથા માં જગદંબાની અનન્ય કૃપા દ્રષ્ટિથી આજે પણ અહીં પાંચ અમાસ સતિકતા પૂર્વક દ્રઢ નિશશ્ય અને અતૂટ શ્રદ્ધાથી ભરરનાર ને મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે.

Author : Gujaratenews