સુરતમાં લર્નિંગ લાયસન્સની કામગીરી થશે શરૂ

03-Jun-2021

છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસો વધતા કાચા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે 12 હજાર જેટલી એપોઈમેન્ટનો ઢગલો થઈ ગયો હતો. હવે જ્યારે ફરી એકવાર લર્નિંગ લાઈસન્સનું કામ શરૂ કરાયું છે, ત્યારે લોકોને હવે લાયસન્સ મેળવવામાં સરળતા થશે. છેલ્લા દોઢ મહિનાથી સુરતમાં કોરોનાએ કહેર મચાવ્યો હતો. જેના કારણે આરટીઓ દ્વારા ચાલતા લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સનું (Learning license) કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે જ્યારે સુરતમાં અને જિલ્લામાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, ત્યારે શહેર ફરી એકવાર રફતાર પકડી રહ્યું છે. જેથી શહેર અને જિલ્લાની તમામ આઈટીઆઈ(ITI) અને પોલિટેક્નિક કોલેજમાં લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સનું કામ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સુરત જિલ્લામાં 14 આઈ.ટી.આઈ કોલેજ છે, જેમાંથી પાંચ કોલેજ શહેરમાં છે. આ કોલેજમાં લર્નિંગ લાઈસન્સની અરજીની ક્ષમતા પણ 50 વધારીને 80 કરી દેવામાં આવી છે. આરટીઓ અધિકારીઓએ જણાવ્યું છે કે આઈ.ટી.આઈ કોલેજ શરૂ થઈ હોવાથી હવે લર્નિંગ લાઈસન્સની પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ શકશે.જે લોકોની અપોઈન્ટમેન્ટ રદ થઈ છે તેમને બીજી તારીખ આપવામાં આવશે. જેથી તેઓને ફરીથી અરજી નહીં કરવી પડે.

Author : Gujaratenews