ચેન્નઇથી સુરત શહેર સુધી સીધો હાઈવે બનાવાશે, 50 હજાર કરોડની ફાળવણી

03-Jun-2021

ચેન્નઇ-સુરત એક્સપ્રેસ હાઈવે ભારતના સૌથી પહેલા ઇલેક્ટ્રિક એક્સપ્રેસ વે સાથે જોડાશે. ચેન્નઇની રોડ કનેક્ટિવિટીને વધારે સારી બનાવવા માટે કેન્દ્ર  સરકારે ૫૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આવનારા સમયમાં તામિલનાડુની રાજધાની ચેન્નઇથી ગુજરાતના સુરત શહેર સુધી એક હાઈવે બનાવવામાં આવશે.

સૌથી અગત્યની વાત જણાવી દઈએ કે, હાલમાં તમે આ બંને શહેર વચ્ચે મુસાફરી કરો તો કુલ ૧૬૦૦ કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. પરંતુ જો આ નવો માર્ગ બનશે તો તેનાથી ૩૩૦ કિલોમીટર જેટલું અંતર ઓછું થઈ જશે. અને સાથે જ આ બંને શહેરો વચ્ચે જે હમણાં ૧૧ થી ૧૨ કલાક જેટલો મુસાફરીનો સમય લાગી રહ્યો છે, તે આ હાઈવેના કારણે માત્ર ૬ કલાકનો થઈ જશે.

આ એક્સપ્રેસ હાઈવેની સૌથી અગત્યની વાત છે તેનું અલાઈમેન્ટ એટલે કે તેની ગોઠવણી. આ હાઈવેની રચના એવી રીતે કરવામાં આવશે જેનાથી આપણે બેગલોર, પૂના, મુંબઇ જેવા શહેરોના ટ્રાફિકને ટાળી શકીશું. આ બધા શહેરો તેમની ટ્રાફિક સમસ્યાને લીધે ઘણા બદનામ છે. આથી આ નવા હાઈવેની ગોઠવણ આ બધા શહેરોની બહારથી પસાર થાય એવી રીતે કરવામાં આવશે.

હાલમાં જ નીતિન ગડકરી દ્વારા આ પ્રોજેક્ટ માટે ૩ ટ્વિટ કરવામાં આવ્યા છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, ભારતના શહેરો માટે ઝડપી માર્ગ વ્યવહાર માટે સુરત ચેન્નઇ એક્પ્રેસ વે પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ હાઈવેથી ૧૬૦૦ કિલોમીટરનું અંતર માત્ર ૧૨૭૦ કિલોમીટરનું થઈ જશે. સોર્સ: MoRTH clears ₹50,000-cr Chennai-Surat expressway

આ સિવાય સૌથી અગત્યની વાત એ છે કે, દિલ્હીથી મુંબઇના આર્થિક કોરિડોરને પણ આના કારણે ઘણો ફાયદો થશે. તેનું કારણ એ છે કે, આપણા દેશના સૌથી મોટા એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઇને પણ આ એક્સપ્રેસ વે સાથે સુરત પાસે જોડવામાં આવશે.

જો આ એક્સપ્રેસ હાઈવેના ગોઠવણની વાત કરીએ, તો તે ભારતના પાંચ રાજ્યો માંથી પસાર થશે. તે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત માંથી પસાર થઈ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઈવે ને કનેક્ટ કરી દેશે.

Author : Gujaratenews