મહેશ સવાણી બાદ સુરતના ભાજપ સાથે ઘરોબો ધરાવતા મોટા ઉદ્યોગપતિ આ પાર્ટીમાં જોડાઈ તેવી શક્યતા, ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં પણ ગાબડું પડ્યું

02-Jul-2021

આમ આદમી પાર્ટીએ હવે અસ્સલ ભાજપ સ્ટાઇલથી જ ગુજરાતમાં વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસની દુભાયેલા ચહેરાઓને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે. સૌરાષ્ટ્રવાસી વિસ્તારોને કેટલાક મોટામાથા આપમાં હજુ જોડાશે. મહેશ સવાણી આપમાં જોડાઈ ગયા બાદ થોડા દિવસથી સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહનું નામ પણ આપમાં જોડાવાની ચર્ચામાં છે. જોકે તેમણે આ વાતને લઈને સહમતી દર્શાવી નથી

ગયા અઠવાડિયે ગુરુવારે મનીષ સિસોદિયાની સુરત મુલાકાત નક્કી કરવામાં આવી હતી, પરંતુ તેઓ બીમાર પડતા સુરત આવી શક્યા નહોતા. બાદમાં આવવાનું નક્કી થતા થોડા સમય પછી મહેશ સવાણી જોડાઇને વાતને પુરવાર કરી હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ધાર્મિક માલવિયા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક જીરાવાલા સહિતના નામો પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાની ચર્ચામાં હતા. જો કે, આમ આદમી પાર્ટી તરફથી ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી હતી કે કોણ કોણ લોકો જોડાશે.

આ બધાની વચ્ચે સૌથી મોટુ નામ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું પણ હતું. કેટલાક સમયથી તેઓ આપના સંપર્કમાં હોવાનું અને તેઓ આપના મોટા નેતાની હાજરીમાં જોડાઇ જશે તેવી ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લવજી બાદશાહને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હાલ કંઇ નક્કી કર્યું નથી. જોકે, તેમણે સ્પષ્ટ ના પાડી નહોતી. જોકે, બીજી બાજુ એવી વાત પણ આવી હતી કે તેમના સમર્થકોમાંથી ઘણા આપમાં જોડાઇ જશે પરંતુ તેઓ જોડાશે કે નહીં તે હાલ નક્કી નથી.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર જીત મળ્યા પછી પાર્ટીનું જાણે મુખ્ય મથક સુરત બની ગયુ છે. એટલે અહીં કાર્યકરો અને નેતાઓમાં પણ ભારે ઉત્સાહ છે. તેઓ સતત લોકોની વચ્ચે જઇને કામ પણ કરી રહ્યા છે. એટલે ભાજપ કોંગ્રેસમાંથી દુભાયેલા લોકો આપમાં આવી જાય તેવી શક્યતાઓ ઊભી થઇ છેે

જ્યારે ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં ગાબડું પડ્યું છે જેતપુરના નગરપાલિકાના 2 અને વર્તમાન 2 સહિત પૂર્વ કોર્પોરેટર હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, તેમજ હાલમાં કોર્પોરેટર પ્રમોદ ત્રાડા AAP પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે

આગામી વિધાનસભાને લઈ AAP પાર્ટીઓ મોટું એલાન કર્યું છે જેમાં AAP પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેર કરી ચુકી છે ત્યારે ધીમે ધીમે હવે AAP ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવી રહી હોય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે., નપાના પૂર્વ પ્રમુખ તેમજ ચાલુ કોર્પોરેટરો AAPમાં જોડાતા અપક્ષ નગરસેવીકા મનીષાબેન પાટોડિયાએ પણ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે.

અગાઉ પણ પૂર્વ MLA હરિ જોગીના પુત્ર મહેન્દ્ર પણ AAP પાર્ટીમાં જોડાયા ચુક્યા છે. તે પહેલા પૂર્વ નગરર સેવક દીપુ લુણીએ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા..જ્યારે હવે ભારતીય જનતા યુવા મોરચાના કોરાટનો વિસ્તાર ગણાતા જેતપુરમાં હવે ગાબડું પડ્યું, જયેશ રાદડિયાના ગઢમાં ગાબુડું પડતા જેતપુર નપાના બે અને વર્તમાન તેમજ પૂર્વકોર્પોરેટર પણ AAP પાર્ટીમાં જોડાયા છે..છે..

Author : Gujaratenews