વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે, મહેસાણા જિલ્લાનું મોઢેરા હવે 24 કલાક સૂર્ય ઉર્જા પર ચાલતું દેશનું પહેલું શહેર બનશે

21-Jul-2021

મોઢેરાના સૂર્ય મંદિરની તસવીર.

GANDHINAGAR : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) નો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. મહેસાણા જિલ્લાનું મોઢેરા હવે 24 કલાક સૂર્ય ઉર્જા પર ચાલતું દેશનું પહેલું શહેર બનશે. વાતચીત કરતા રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે મોઢેરા સોલાર ઉર્જા પ્રોજેક્ટ હવે પૂર્ણતાના આરે છે, આવતા ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેકટથી મોઢેરા નગર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર તથા સ્માર્ટ વિલેજ બનશે. આશરે 69 કરોડના ખર્ચે બનેલ આ પ્રોજેકટથી 1 કરોડ યુનિટની પ્રદુષણમુક્ત ઉર્જા મળશે. આ પ્રોજેક્ટમાંથી મળતી ઉર્જાનો વપરાશ સાથે સ્ટોરેજ પણ થશે. સ્ટોરેજ માટે 150 kwh ક્ષમતા બેટરી સ્ટોરેજ સિસ્ટમ વાળું ચાર્જિંગ સ્ટેશન બનાવાશે.

Author : Gujaratenews