પેટ્રોલ-ડીઝલ બાદ હવે દૂધ મોંઘુ થયું, અમુલ ગોલ્ડ અને અમૂલ તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો, સુમુલ દૂધના ભાવમાં એક રૂપિયા સુધીનો વધારો
19-Jun-2021
સુરત: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો કર્યો છે. જુન ૨૦૨૦થી ભાવ વધારો કરવા માટે વિચારણા કરી હતી પરંતુ કોરોના મહામારીના કપરા સમયમાં ભાવ વધારો મુલત્વી રાખવામાં આવ્યો હતો.
જૂન ૨૦૨૦થી ભાવવધારાની વિચારણા હતી પણ કોરોનાને કારણે વધારો મુલત્વી રખાયો હતો : ચેરમેન માનસિંહ પટેલ
અમૂલ ગોલ્ડ અને અમૂલ તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.સુમુલ ડેરી દ્વારા દૂધની કિંમતમાં 50 પૈસાથી 2 રૂપિયાનો વધારો ગોલ્ડ, તાઝા તેમજ સુમુલ ગાયના દૂધ તેમજ 250 મિ.લી. અમુલ તાઝા દૂધના આજે ભાવવધારાની જાહેરાત કરતાં કહ્યું કે, કોરોનાના લીધે દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાં 200 કરોડની ઘટ પડી છે.સુમુલ ડેરીની વ્યવસ્થાપક કમિટીના જણાવ્યા અનુસાર પાછલા એક વર્ષમાં ખર્ચમાં અનેકગણો વધારો થતાં દૂધની કિંમત વધારવી પડી છે. એક વર્ષમાં પેકેજિંગ ખર્ચમાં 42 ટકા, પ્રોસેસિંગ, ઈનપુટ કોસ્ટમાં 28 ટકા અને મિલ્ક હેન્ડલીંગ તથા ટ્રાન્સપોર્ટરેશનમાં 30 ટકાનો ખર્ચ વધ્યો છે.
20-Aug-2024