ગુજરાત ઉપર ત્રાટકનારા તાઉ તે વાવાઝોડાને લઈને, 1.5 લાખ લોકોનું કરાશે સ્થળાંતર, અસર પામનારા 15 જિલ્લામાં NDRFની 45 ટીમ તહેનાત
17-May-2021
અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ તે વાવાઝોડા સોમવારને 17મી મે એ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગે તાઉ તે વાવાઝુડાનો સંભવિત માર્ગ જાહેર કર્યો છે તે મુજબ, ગુજરાતના 15 જિલ્લામાં તેની અસર જોવા મળશે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે, દરિયાકાંઠાના જિલ્લાઓના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોનુ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધીમાં પંદર હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થઈ ચૂક્યું છે.
તાઉ તે વાવાઝોડાને કારણે ઊભી થનારી પરીસ્થિતિને પહોચી વળવા માટે NDRFની 45 ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત SDRFની 6 ટીમને પણ તહેનાત કરી દેવાઈ છે. NDRFની 29 ટીમને સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ૪ ટીમને દક્ષિણ ગુજરાતમાં અને ૧૫ વધારાની ટીમ હવાઈ માર્ગે મંગાવાઈ છે. જે આવતીકાલ સુધીમાં આવી જશે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો અનામત રાખવામાં આવી છે. એટલે કે કુલ ૪૫ NDRFની ટીમ બચાવ અને રાહતની કામગીરી માટે ફાળવવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024