ધોરણ 12માં માસ પ્રમોશન મળશે કે નહીં ? ધો.૧૦નું પરિણામ અને ૧૧ના પ્રવેશ સંદર્ભે સોમવારે જાહેરાત થશે
23-May-2021
ધોરણ 12માં માસ પ્રમોશન આપવું કે નહીં તેની જાહેરાત આજે મિટિંગમાં થશે.
ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓને પ્રમોશન માસ આપવામાં આવ્યુ છે, પરંતુ પરિણામ કેવી રીતે તૈયાર કરવુ તેમજ ધોરણ.૧૧માં પ્રવેશ આપવા અંગેની હજુ કોઈ ગાઈડલાઈન જાહેર થઈ નથી. આ સંદર્ભે આજે ગાંધીનગરમાં એક બેઠક મળી હતી પરંતુ કોઈ નિર્મય લેવાયો નથી. રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહના જણવ્યાં પ્રમાણે સોમવારે આ સંદર્ભે નિર્ણય લઈ જાહેરાત કરવામાં આવશે.
મહામારીના કારણે ધોરણ.૧૦ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોકુફ રાખી માસ પ્રમોશન આપવા અંગેનો નિર્ણય લેવાયો છે. ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની બોર્ડની પરીક્ષા સંદર્ભે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી ધોરણ.૧૨ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવુ કે પરીક્ષા યોજવી, પરીક્ષા યોજવી તો સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા અંગેની ગાઈડલાઈન શું રાખવી આ તમામ બાબતોની ચર્ચા માટે રવિવારે સાડા અગીયાર વાગે કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ રાજ્યોનાં શિક્ષણ મંત્રીઓ જોડાશે. ઉપરાંત ઓનલાઈન બેઠકમાં ટેક્સટાઈલ, મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, પર્યાવરણ, વન, માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર તેમજ શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ પણ જોડાશે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સના મળીને ગુજરાતમાં અંદાજે ૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને અસાઈમેન્ટ, એકમ કસોટી તેમજ અગાઉની પરીક્ષાઓના આધારે પરિણામ આપી બોર્ડની પરીક્ષા મોકુફ રાખવા અંગે માગ પણ દી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024