ધોરણ 12ની પરીક્ષા રદ્દ થવાની સ્થિતિમાં વિકલ્પોને લઇ વિચાર કરવામાં આવી રહ્યા છે. આમાં એક પ્રસ્તાવ એ પણ છે કે સીબીએસઇ બોર્ડ ધોરણ 9,10 અને 11ના રિઝલ્ટના આધારે 12માં ધોરણના વિધાર્થીઓને માર્કસ આપી શકે છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને સીબીએસઇને કહ્યુ કે જો તેમણે પરીક્ષાની તારીખોને આગળ વધારવાનો નિર્ણય લીધો છે અને પરીક્ષા રદ્દ કરવા માટે ગયા વર્ષની નીતિનું પાલન ન કરવાનો ઇરાદો હોય તો તે માટે ઉચિત કારણ પણ જણાવે. સૌથી વધારે રાજ્યો 12માં ધોરણની પરીક્ષાઓ આયોજિત કરવાના પક્ષમાં છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સીબીએસઇ (CBSE) અને આઈસીએસઈની (ICSE) 12 માં ધોરણની પરીક્ષાઓને રદ્દ કરવાની માગવાળી પિટિશન પર સુનાવણી કરી. બોર્ડ પરીક્ષો પર નિર્ણયને લઇ સુનાવણી શરુ થતા જ સ્થગિત થઇ ગઇ. સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલના તર્ક પર કહ્યુ કે કેન્દ્ર સરકાર આના પર નિર્ણય લે.
એટોર્ની જનરલને કોર્ટે કહ્યુ કે ગયા વર્ષે જે રીતે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો હતો આ વર્ષે કેમ નથી લેવાઇ રહ્યો. અટોર્ની જનરલ વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે સરકાર 2 દિવસમાં આખરી નિર્ણય લેશે. સુનાવણી ગુરુવાર સુધી ટાળવામાં આવે. અમે એ દિવસે કોર્ટને આખરી નિર્ણયથી અવગત કરાવીશું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024