તમિળનાડુમાં દરેક રેશનકાર્ડ ધારકને માસિક રૂપિયા ૪૦૦૦ અપાશે

07-May-2021

 મુખ્યમંત્રી તરીકે સ્ટાલિને શપથ લીધા બાદ નિર્ણય જાહેર કર્યા : : દુધના ભાવમાં પ્રતિ લિટર રૂ।.૩નો ઘટાડો : કોરોનાના દરદીઓને ખાનગી હોસ્પિટલમાં

ચેન્નાઈ: તમિલનાના સીએમ બન્યા બાદ કલાકોમાં જ એમ. કે. સ્ટાલિને પાંચ મહત્વના નિર્ણય લીધા છે. જેમાં રાશન કાર્ડ ધરાવતા પરિવારોને ચાર હજાર રુપિયાની રોકડ સહાય, ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા લોકોની ટ્રીટમેન્ટનો ખર્ચ સરકાર આપશેતેવા બે મોટા નિર્ણયોનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં તાજેતરમાં જ થયેલી વિધાનસભામાં સ્ટાલિના પક્ષ ડીએમકેએ પોતાના પ્રતિસ્પર્ધી એવા એઆઈએડીએમકેને હરાવીને સત્તા હસ્તગત કરી છે.

 

સત્તામાં આવ્યાના ગણતરીના સમયમાં જસ્ટાલિને ચૂંટણી ઢંઢેરામા વિનામૂલ્યે સારવાર મળશે.

 

આપેલા વચન પુરા કરવા કામગીરી શરુ કરી દીધી છે. કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્યોમાં તમિલનાડુનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ લોકો મોટી સંખ્યામાં કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેવામાં સીએમે આદેશ કર્યો છે કે, રાજ્ય સરકારની હેલ્થ ઈન્શ્યોરન્સ યોજનાના લાભાર્થીઓનો પ્રાઈવેટ હોસ્પિટલમાં થયેલો તમામ ખર્ચ સરકાર ભોગવશે.

 

સ્ટાલિને ચૂંટણી ઢંઢેરામાં જ વચન આપ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો રાશનકાર્ડધારકોને સરકાર મહિને ચાર હજાર રુપિયાની રોકડ સહાય કરશે.

Author : Gujaratenews