હનુમાનજીનાં 311 મંદિર નિર્માણ યજ્ઞનો સંકલ્પ લેનાર આ રામભકત છે, હીરા ઉદ્યોગનાં લેજેન્ડ SRK એમ્પાયરનાં ફાઉન્ડર ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા

05-Apr-2022

રામભક્ત હનુમાનજી હંમેશા राम काज करिबे को आतुर। હોય છે.કહેવાય છે કે હનુમાનજી ચિરંજીવ છે.કળીયુગમાં હનુમાનજીની ભક્તિ શ્રેષ્ઠ છે.જે ભક્ત નિયમિતપણે હનુમાનજીની પૂજા, અર્ચના કરે છે તેને હનુમાનજીના સાક્ષાતકારની અનુભુતિ થાય છે.

ભારતમાં તો ઠીક વિદેશમાં પણ હનુમાનજીના ભક્તો છે.અમેરીકાના ભુતપુર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પણ હનુમાનજી ના ભકત છે.પરંતુ આજે આપણે અહીંયા એક એવા હનુમાન ભકતની વાત કરવા જઈએ છીએ કે જેના માટે પણ राम काज करिबे को आतुर। પંક્તિ યથાયોગ્ય છે.

અયોધ્યામાં આકાર લઈ રહેલા ભવ્ય રામમંદિર માટે તેમણે રૂપિયા 11 કરોડ નું આર્થિક યોગદાન આપ્યુ છે. ભગવાનના દાસનાં દાસ થઈને રહેવાનો તેમના માં ભરપુર ભાવ છે.સત્ય,પ્રેમ, કરુણા,સચ્ચાઈ, સરળતા, સહજતા, સૌમ્યતા સહીતના અનેક સદ્દગુણોનો તેમના જીવનમાં સદાય સમંદર ઘુઘવતો રહે છે.

યુવાનોનાં રોલમોડેલ અને સામાજીક કાર્યો માટે હંમેશા તત્પર, હનુમાનજી ની ખંડિત મૂર્તિ જોઈને હનુમાનજીનાં 311 મંદિર નિર્માણ યજ્ઞનો સંકલ્પ લેનાર આ રામભકત છે, હીરા ઉદ્યોગનાં લેજેન્ડ SRK એમ્પાયરનાં ફાઉન્ડર ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા…

Author : Gujaratenews